GSTV

વડોદરા: સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે નવો વળાંક, વિદ્યાર્થીની પૂછપરછમાં ઘટસ્ફોટ

Last Updated on July 26, 2019 by Mayur Vora

વડોદરાના બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ધો.9માં અભ્યાસ કરતા દેવ તડવીની હત્યાના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.આ ખુલાસામાં આરોપી વિદ્યાર્થીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે તેની દેવ તડવી સાથે કોઇપણ જાતની માથાકૂટ હતી નહીં.તે પોતે 2 દિવસથી લેશન કરીને આવ્યો ન હોવાથી શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો.

જેથી આ ઠપકો આપ્યા બાદ સ્કુલ બંધ કરવાના હેતુસર આરોપી વિદ્યાર્થીએ દેવ તડવીને નિશાન બનાવીને તેની હત્યા કરી નાખી હતી.જેથી ભારતી વિદ્યાલય બંધ થઇ જાય.તો આ સમગ્ર મામલે આજે  બાળ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા સાથે સમગ્ર ટીમ વડોદરા પહોંચી હતી તેણે આ ઘટનાની અંગેનો અહેવાલ તૈયાર કરવાની શરુઆત કરી છે.

જાગૃતિબહેન પંડ્યાએ વડોદરાના મેયર, સાંસદ સાથે પણ બેઠક કરી હતી.આ બેઠકમાં શિક્ષણાધિકારી તેમજ શાળાના ટ્રસ્ટીને પણ બોલાવવામાં આવ્યા હતા.બીજીતરફ આજે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો શાળાએ પહોંચ્યા હતા.અને ભારે હંગામો મચાવ્યો હતો.શાળાના અન્ય વિદ્યાર્થીઓ વાલીઓ પણ શાળાએ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.

બરણપુર વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો.

પોલીસે પકડેલા આરોપી મિત્રની પોલીસ પૂછપરછમાં થયો ખુલાસો.

બે દિવસથી હોમ વર્ક ન લાવતા શિક્ષકે આપ્યો હતો ઠપકો.

ઠપકા બાદ સ્કૂલ બંધ કરવા ના હેતુસર આરોપી વિદ્યાર્થીએ કરી મિત્રની હત્યા.

હત્યારા વિદ્યાર્થીને આરોપી સાથે નહોતી કોઈ દુષમના વટ.

Related posts

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!