વડોદરા શહેરમાં ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા ૯ અને મ્યૂકોરમાઇકોસિસના ૭ દર્દીઓ સારવાર માટે આવ્યા છે.એકપણ દર્દીનું મોત થયું નથી. હાલમાં શહેરમાં કોરોનાના કુલ ૭૦ એક્ટિવ કેસ છે.

સયાજી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન મ્યૂકોરમાઇકોસિસના નવા ૭ કેસ સારવાર માટે આવ્યા છે.હાલમાં કુલ ૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે.આજે દિવસ દરમિયાન ૧૫ દર્દીઓના બાયોપ્સી ટેસ્ટ કરવામાં આવ્યા છે.જ્યારે બાવીસ દર્દીઓની સર્જરી ફંગસ રિમુવ કરવામાં આવી છે.અને ત્રણ દર્દીઓની આંખ કાઢવાનો વારો આવ્યો છે.મ્યૂકોરમાઇકોસિસની સારવાર પછી સાજા થયેલા ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગોત્રીમાં કુલ ૪૦ દર્દીઓ સારવાર હેઠળ
ગોત્રી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન એકપણ કેસ સારવાર માટે આવ્યો નથી. ગોત્રીમાં કુલ ૪૦ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ત્રણ દર્દીના બાયોપ્સી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને ૩૨ દર્દીઓની સર્જરી કરી ફંગસ રિમુવ કરવામાં આવી છે.સારવાર દરમિયાન સાજા થયેલા ૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જ્યારે ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા ૯ કેસ સારવાર માટે આવ્યા છે.અને ૧૨ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.હાલમાં કુલ ૭૦ એક્ટિવ દર્દીઓ છે.જે પૈકી પાંચ દર્દી વેન્ટિલેટર પર અને સાત દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!
- Women’s T20 Challenge/ સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ ટ્રોફી જીતી, વેલોસિટીને 4 રનથી હરાવ્યું
- ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે
- સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી
- BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો