GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

સાવધાન/ ગુજરાતના આ શહેરમાં 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત : 600 બાળકો હાલ પણ સારવાર હેઠળ, સાચવો નહીં તો

કોરોના

વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોનાથી કુલ ૩,૧૯૨ બાળકો સંક્રમિત થયા છે. જે પૈકી માત્ર એક જ બાળકનું મોત થયુ છે. શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હાલ ૬૦૬ બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૫૮ બાળકો કોરોનાથી સંક્રમિત થઇને સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૨૩ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૩૫ બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી છે.

કોરોનાએ વૃદ્ધો, યુવાનોની સાથે બાળકોને પણ સંક્રમિત કર્યા છે. કોરોનાની પહેલી લહેરમાં યુવાનો તેમજ બાળકો ખૂબ જ ઓછી સંખ્યામાં સંક્રમિત થયા હતા.પરંતુ, બીજી લહેરમાં બાળકો અને યુવાનો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે.

કોર્પોરેશને જાહેર કરેલા આંકડા મુજબ,કુલ ૩,૧૯૨ બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી હાલમાં ૬૦૬ બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યારે ૨,૫૮૫ બાળકો કોરોનાથી સાજા થઇ ગયા છે.અત્યાર સુધી માત્ર એક જ બાળકનું કોરોનાના કારણે મોત થયુ છે. જોકે,તે બાળકને કિડની, એનિમિયા સહિતની બીમારીઓ હતી. જ્યારે અન્ય એક બાળકનું કોરોનાથી સ્વસ્થ થઇ ગયા પછી કોરોનાના કારણે શરીરમાં થયેલા ઇન્ફેક્શનના કારણે મોત થયુ છે. તે બાળકને ખેંચની પણ બીમારી હતી.

સયાજી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં કુલ ૧૫૮ બાળ દર્દીઓ સારવાર લેવા માટે આવ્યા હતા. જ્યારે માતાને થયેલા કોરોનાના કારણે ૧૪ નવજાત શિશુને પણ સારવાર આપવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના ડો.શિલા ઐયરે જણાવ્યુ હતું કે, બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ખાંસી, ઝાડા ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરીને તેમની સારવાર ચાલુ કરી દેવી જોઇએ અને જરૃર ન હોય તો બાળકોને ઘરની બહાર લઇને નીકળવું જોઇએ નહી.

Read Also

Related posts

દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા

pratikshah

૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે

pratikshah

સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી

Damini Patel
GSTV