GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વડોદરામાં પણ મ્યુકોરમાઇકોસિસનો આતંક / શહેરમાં 3 દર્દીઓના મોત તો હાલમાં 100થી પણ વધુ દર્દીઓ સારવાર હેઠળ

mucormycosis

વડોદરામાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે કોરોનાના દર્દીઓ કે જેઓ ડાયાબિટીસથી પણ પીડાતા હોય છે તેવાં લોકો તેમજ કોરોનાની સારવારમાં અપાતા સ્ટીરોઇડના વધુ પડતા ડોઝને પગલે લોકો બ્લેક ફંગસનો શિકાર બને છે. હાલમાં વડોદરાની સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 174 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 33 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

કોરોના

અમદાવાદ ખાતે સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના દાખલ થયા વધુ 28 કેસ

અત્રે નોંધનીય છે કે, અમદાવાદની વાત કરીએ તો શહેરની બીજે મેડિકલ કોલેજમાં મ્યુકોરમાઈકોસિસના ટેસ્ટમાં વધારો થયો છે. બીજે મેડિકલ કોલેજમાં સેમ્પલ પર બાયોપ્સી કરવામાં આવી રહી છે. માઈક્રોબાયોલોજી લેબમાં સેમ્પલ પર પ્રોસેસ કરવામાં આવે છે. દરરોજના 80થી 100 સેમ્પલ આવે છે. જેમાંથી 40 જેટલા કેસો પોઝિટિવ આવે છે. પહેલા ફક્ત લેબમાં 2થી 3 જેટલા જ સેમ્પલો આવતા હતા. જેની સંખ્યમાં સૌથી મોટો વધારો થયો છે. વ્હાઇટ ફંગસના કેસો હજુ સુધી સિવિલમાં આવ્યાં નથી.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે. જેમાં શુક્રવારે જ 28 નવા દર્દીઓ દાખલ થયા હતા. અમદાવાદ સિવિલમાં છેલ્લા એક દિવસમાં મ્યુકોરમાઈકોસિસની 34 સર્જરી કરવામાં આવી હતી. દાખલ દર્દીઓને એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમ સોલા સિવિલ સુપ્રિટેન્ડટે કહ્યું હતું.

સુરતમાં મ્યુકોરમાઈકોસિસમાં 43 દર્દીઓને ગંભીર અસરો

સુરતમાં કોરોનાની સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસની ગંભીર બિમારી ચિંતાજનક રીતે વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ 101 દર્દીઓ પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે. જેમાં 22 દર્દીની આંખ બચાવવા સિવિલના તબીબો દ્વારા ખાસ પ્રોસિઝર કરવામાં આવી રહી છે. જેના થકી બે દર્દીની આંખમાં સુધારો જોવા મળ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV