GSTV
Baroda Coronavirus Gujarat Trending ગુજરાત

સરકારની ગાઈડલાઈનની ધજ્જીયા ઉડી, વડોદરામાં 13 વર્ષીય મૃત બાળકીની અંતિમક્રિયામાં ગંભીર બેદરકારી

વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં ગત સાંજે શહેર ગોરવા, નાગરવાડા અને પ્રતાપનગરની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેમાં 13 વર્ષીય તનીષા નામની તરૂણીનું બુધવારની બપોરે મોત નિપજ્યું. જોકે, કોરોના પોઝિટીવ દર્દીના મૃતદેહનો તાત્કાલીક ધોરણે સાવચેતીપૂર્વક નિકાલ કરવાની સરકારની ગાઇડલાઇન હોવા છતાં 21 કલાક બાદ 13 વર્ષીય તનીષાની અંતિમક્રિયા કરાઇ હતી.

બાળકીનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડરૂમમાં પડી રહ્યો

ઉલ્લેખનીય છે કે, કોરોના પોઝિટીવ દર્દીનુ મોત થયા બાદ તેના મૃતદેહનો તાત્કાલીક નિકાલ કરવાની સરકારની સખ્ત ગાઇડલાઇન છે. તેમ છતા વડોદરામાં તેનુ પાલન થતું દેખાતુ નથી. મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા માટે કોર્પોરેશન પાસે કોઇ વાહન ન હતું, વાહન મળ્યું તો કર્મચારી ન હતા, કર્મચારી મળ્યાં તો પોલીસ અને હોસ્પિટલના દસ્તાવેજી કામગીરીમાં સમય વેડફાયો હતો. આમ આખી રાત બાળકીનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડરૂમમાં પડી રહ્યો હતો.

મૃતદેહ લઇ જવા બાબતે માથાકુટ

સવારે પરિવારજનો અને કોર્પોરેશનના એમ્બ્યૂલન્સ કર્મચારીઓ વચ્ચે મૃતદેહ લઇ જવા બાબતે માથાકુટ થઇ હતી. આખરે ફાયર બ્રિગેડની એમ્બ્યૂલન્સનો ડ્રાઇવર અને એટેન્ડન્ટ ગોત્રી હોસ્પિટલમાંથી બાળકીનો મૃતદેહ લઇ કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે પહોંચ્યાં હતા. જ્યાં સ્મશાનની ગેસ ચીતામાં કામ કરતા બે કર્મચારીઓ અને ફાયર બ્રીગેડના બે કર્મચારીઓ વચ્ચે એમ્બ્યૂલન્સમાંથી મૃતદેહ ગેસ ચીતા સુધી ઊંચકીને લઇ જવા મામલે પણ માથાકુટ થઇ હતી. અંતે સમજાવટ બાદ એમ્બ્યૂલન્સના એટેન્ડન્ટ અને સ્મશાનના બે કર્મીઓએ બાળકીનો મૃતદેહ ઊંચકી ગેસચીતામાં તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

કોરોનાના વધુ 16 પોઝીટીવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે કોરોનાના વધુ ૩૫ કેસ પોઝિટીવ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા ૭૩૦ થઈ છે. સુરતમાં કોરોનાના વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. તો આણંદના ખંભાતમાં વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં પાંચ કેસ નોંધાયા.. જેમા ત્રણ કોંગ્રેસના કાર્યકર, એક કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખ અને તેમના ઘરે કામ કરતા મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો.. અમદાવાદ બાદ વડોદરામાં પણ સાત કેસ નોંધાયા.. જેમા નાગરવાડામાં ૪, કારેલીબાગ સલાટવાડા અને રાવપુરામાં એક એક કેસ સામે આવ્યો છે..સલાટવાડામાં અત્યાર સુધીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે..અને કારેલીબાગમાં પત્નીના સંક્રમણથી પોલીસ પતિને ચેપ લાગ્યો છે… રાજકોટમાં કોરોનાના વધુ બે રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

11 દિવસની બાળકીના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટીવ

જંગલેશ્વર વિસ્તારમાં 11 દિવસની બાળકીના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો.. ભરૂચમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. આ સાથે ભરૂચમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 13 થયો છે. નર્મદાના ગરુડેશ્વર અને ડેડીયાપાડા તાલુકામાં એક-એક કેસ નોંધાયો છે. ગરુડેશ્વરના 26 વર્ષના યુવાન અને ડેડીયાપાડાની ૬૦ વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો ખંભાતમાં પણ એક કેસ પોઝિટીવ આવ્યો છે. જે શખ્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તે પોતાના ભાઈને મળવા માટે ગયો હતો. જે દરમ્યાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ ૩૦ લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

IPL FINAL 2022: ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLનો ગ્રાન્ડ ફિનાલે, રાત્રે 8.00 વાગ્યાથી મેચ  થશે શરૂ

pratikshah

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk
GSTV