GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: 24 કલાકમાં જ કોર્પોરેશને નિર્ણય બદલ્યો, આજથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને અપાશે રસી

Last Updated on May 5, 2021 by Pravin Makwana

અમદાવાદમાં આજથી ૪પ વરસના ઉપરની વયના લોકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે. કોર્પોરેશને ર૪ જ કલાકમાં જ તેનો નિર્ણય ફેરવી તોળ્યો છે. અચાનક જ ૪પ વરસથી ઉપરના વયના લોકોને રસી નહી આપવાના તઘલખી નિર્ણયના પગલે લોકોમાં ભારે આક્રોશ હતો. મંગળવારે ૪પ વરસથી ઉપરના અનેક લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં સોમવારે રાતે અચાનક રસી નહી આપવાના નિર્ણયની જાણ થતા લોકોમાં આક્રોશ વ્યાપો હતો. દિવસભર ઠેકઠેકાણે આવા આક્રોશપૂર્ણ લોકોની સ્થિતીને કારણે આખરે કોર્પોરેશનની શાન ઠેકાણે આવી હતી. અને બુધવારથી ૪પ વરસથી ઉપરની વયના લોકોનુ ફરીથી રસીકરણનો નિર્ણય લેવાયો હતો.

મહત્વનુ છે કે અમદાવાદમાં ૬પ લાખની વસતી સામે અત્યાર સુધીમાં બાર લાખ ૬પ હજાર લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાંથી બે લાખ ૯૯ હજાર લોકોએ બંને ડોઝ જ્યારે કે ૯ લાખ ૬પ હજાર લોકોએ હજુ એક જ ડોઝ લીધો છે. આમ અમદાવાદની વસતીના માંડ પાંચ ટકા વસતીને જ પાંચ મહીનામાં રસી અપાઇ શકી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાંસદ પ્રભુ વસાવાને ભાજપના કાર્યકતાના તીખા સવાલ, નેતાઓના પેટનું પાણી નથી હલતું… એકપણ ધારાસભ્યનો કાર્યકર્તાને નથી આવતો ફોન!

pratik shah

ખુશખબર / હવે વિદેશથી પૈસા મંગાવવા આસાન, સેકન્ડોમાં જ Google ની આ એપ દ્વારા અમેરિકાથી ભારત મની થઇ જશે ટ્રાન્સફર

Dhruv Brahmbhatt

સાવધાન/ Mobile ચાર્જિંગ કરવા માટે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!