GSTV

મોટો બદલાવ/ ઉત્પાદકોએ ખાનગી ક્વોટા હેઠળ 25% રસી આપવાની જરૂર નથી, આરોગ્ય મંત્રીએ આપ્યું આ નિવેદન

Last Updated on August 4, 2021 by Harshad Patel

કેન્દ્ર સરકારે રસીકરણની હાલની વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. સરકારે રસી ઉત્પાદકોને કહ્યું છે કે તેમને ખાનગી હોસ્પિટલો માટે 25% સ્ટોક રાખવાની જરૂર નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉત્પાદકો એટલી વેક્સિન વેચી શકે છે જેટલી ખાનગી ક્ષેત્ર ખરીદી શકે. જ્યારે બાકીનો સ્ટોક સરકારને આપો. ખાનગી હોસ્પિટલો ફાળવેલ 25% રસીઓ મેળવવામાં અસમર્થ છે, જેને પગલે રસીકરણની ગતિને અસર થઈ રહી છે.

સુપ્રીમ

ખાનગી ક્વોટામાં માત્ર 7થી 9 ટકા ઉપયોગ

મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં મૌખિક રીતે જણાવ્યું હતું કે ઉત્પાદકોએ ખાનગી ક્વોટા હેઠળ 25% રસી આપવાની જરૂર નથી. તેમણે કહ્યું, ‘અમે એક મહિનામાં જોયું કે ખાનગી ક્ષેત્રમાં 25% રસીઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર 7થી 9% નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, અમે નક્કી કર્યું છે કે જે રસીઓ ખાનગી હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવામાં આવતી નથી, તે સરકારી ક્વોટામાં આપવી જોઈએ. સરકારે કંપનીઓને એમ પણ કહ્યું છે કે ખાનગી ક્વોટામાં 25% રસી આપવી જરૂરી નથી. ખાનગી હોસ્પિટલોને જેટલી રસીઓ તેઓ ખરીદી શકે તેટલી આપવી જોઈએ, બાકીની આપૂર્તિ સરકાર લેશે.

બાકીનો કવોટા રાજ્ય સરકારોને આપી શકાય

રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી દ્વારા આરોગ્ય મંત્રીને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન એ હતો કે શું સરકાર ખાનગી હોસ્પિટલો માટે 25% રસી ક્વોટા ઘટાડવાનું વિચારી રહી છે, કારણ કે તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. સાથે જ બાકીનો કવોટા રાજ્ય સરકારોને આપી શકાય છે.

ખાનગી હોસ્પિટલો 150 રૂપિયા પ્રતિ ડોઝ ચાર્જ કરી રહી

તે જ સમયે ખાનગી રસીકરણ કેન્દ્રો પર કોવિશિલ્ડ અને કોવાસીન અનુક્રમે 780 અને 1410 રૂપિયામાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ખાનગી હોસ્પિટલોમાં પહોંચતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. 21 જૂનથી સુધારેલી માર્ગદર્શિકાને અનુસરીને, ખાનગી હોસ્પિટલો 150 રૂપિયા પ્રતિ ડોઝ ચાર્જ કરી રહી છે. આ પણ તેમની નિરાશાનું એક મોટું કારણ પણ છે.

ખાનગી હોસ્પિટલો તેમનો 25 ટકા ક્વોટા લઈ શકતી નથી

ખાનગી ક્ષેત્ર દેશમાં ઉત્પાદિત રસીનો 25% સ્ટોક લેવામાં અસમર્થ છે, જે અંતર્ગત તેને કેન્દ્ર દ્વારા કોવાશીલ્ડ અને કોવાક્સીન માટે અનુક્રમે 205 અને 215 રૂપિયા ચૂકવવામાં આવે છે તેના કરતા ઘણી વધારે કિંમતે તેને ખરીદવી પડે છે. કેટલાય મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે 75 ટકાનો ક્વોટા વધારવો જોઈએ, કારણ કે રાજ્યોમાં લોકોને રસી આપવાની વધુ ક્ષમતા છે, પરંતુ તેમને માત્ર મર્યાદિત માત્રામાં વેક્સિનનો જથ્થો મળી રહ્યો છે. જ્યારે ખાનગી હોસ્પિટલો તેમનો 25 ટકા ક્વોટા લઈ શકતી નથી. જેના કારણે રસીકરણ કાર્યક્રમ વેગ પકડી રહ્યો નથી.

ગયા મહિને, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે CII ના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ‘તમે બધાએ (ખાનગી ક્ષેત્રના લોકોએ) ખાનગી ક્ષેત્ર માટે વેક્સિન ક્વોટાની માંગ કરી હતી. આજે તમે તે 25 ટકા (ફાળવેલ) વેક્સિન પણ ખરીદી રહ્યા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!