GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

એલર્ટ/ ઓમિક્રોનના સકંજાથી કોઇ નહીં બચી શકે, વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ બિનઅસરકારક: ટૉપ મેડિકલ એક્સપર્ટની ચેતવણી

XE

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. 12 જાન્યુઆરીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 1,94,720 નવા કેસ નોંધાયા છે. જ્યારે 60,405 દર્દીઓ સાજા થયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન આ મહામારીને કારણે 442 લોકો મૃત્યુ પામ્યા છે. જણાવી દઈએ કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

બૂસ્ટર ડોઝ બિનઅસરકારક:

ટૉપ મેડિકલ એક્સપર્ટ કહે છે કે દેશમાં દરેક વ્યક્તિને ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થઇ જશે. ટોચના નિષ્ણાતોનું કહેવું છે કે બૂસ્ટર વેક્સીનનો ડોઝ પણ કોરોનાના નવા વેરિએન્ટને ફેલાતા રોકી શકશે નહીં. બૂસ્ટર ડોઝ અંગે કહેવામાં આવ્યું છે કે તેનાથી કોઈ ફરક નહીં પડે, ઈન્ફેક્શન થશે. તે સમગ્ર વિશ્વમાં જોવા મળ્યું છે.

ઓમિક્રોન

ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજીની સાયંટિફિક એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ મુલિયલે કહ્યું કે આપણામાંથી ઘણાને ખબર નથી કે તેઓ સંક્રમિત થઇ ચુક્યા છે. સંભવતઃ 80% થી વધુ લોકો જાણતા નથી કે તેઓ ક્યારે સંક્રમિત થયા.

કોરોના ટેસ્ટિંગ પર તેમણે કહ્યું કે આ જ રીતે કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા વિના લક્ષણોવાળા વ્યક્તિનું ટેસ્ટિંગ કરવું પણ યોગ્ય નથી. બે દિવસમાં સંક્રમણ બમણુ થઈ રહ્યુ છે. લોકડાઉનના વિકલ્પ પર તેમણે કહ્યું કે આપણે સતત ઘરોમાં કેદ ન રહી શકીએ.

ડૉ. મુલિયલે કહ્યું કે રસીરણ દરમિયાન ભારતમાં 85% લોકો સંક્રમિત થયા હતા. રસીનો પ્રથમ ડોઝ ભારતમાં પ્રથમ બૂસ્ટર ડોઝ હતો. તેમણે કહ્યું કે સંક્રમણને કારણે ભારતીયોમાં કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ પેદા થઈ હતી.

ઓમિક્રોન

ભારતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો

Covid Cases in India: કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 1,94,720 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણનો દર વધીને 11.05 ટકા થઈ ગયો છે. નવા વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે. તેના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,94,720 નવા કેસ નોંધાયા છે, 60,405 લોકો સ્વસ્થ થયા છે અને 442 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

કોરોના
  • કુલ કેસઃ 3,60,70,510
  • એક્ટિવ કેસ: 9,55,319
  • કુલ રિકવરીઃ 3,46,30,536
  • કુલ મૃત્યુઃ 4,84,655
  • કુલ રસીકરણ: 1,53,80,08,200
  • ઓમિક્રોન કેસો: 4,868

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાતા ટોપ 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. અહીં કોરોનાના 34,424 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 21,259, પશ્ચિમ બંગાળમાં 21,098, તમિલનાડુમાં 15,379 અને કર્ણાટકમાં 14,473 છે. 54.77% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. કુલ નવા કેસોમાંથી 17.68 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાંથી આવ્યા છે.

દેશમાં મૃત્યુઆંક 400ને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 400 થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 442 લોકોના મોત થયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,55,319 થઈ ગઈ છે.

ટેસ્ટિંગ વિશે વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, મંગળવારે ભારતમાં કોરોના વાયરસ માટે 17,61,900 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 69,52,74,380 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના

રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તેથી રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, 10 જાન્યુઆરીથી શરૂ થયેલા પ્રિકોશન ડોઝ વેક્સિનેશન કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકોએ રસીનો ત્રીજો ડોઝ લીધો છે. પ્રથમ દિવસે, લગભગ 10 લાખ લોકોને પ્રિસ્ક્રિપ્શન ડોઝ આપવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 165 કોરોના દર્દીઓના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 4,84,378 પર પહોંચી ગયો છે. સૌથી વધુ મૃત્યુ દિલ્હીમાં થયા છે, 23 જ્યારે મહારાષ્ટ્રમાં 22 લોકોના મોત થયા છે. કોરોનામાં ભારતનો રિકવરી રેટ હવે 96.01% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 60,405 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,46,30,536 થઈ ગઈ છે. દેશમાં હવે કોરોનાના કુલ 9,55,319 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1,33,873નો વધારો થયો છે.

GSTV

Read Also

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV