GSTV

રસીકરણ અટક્યુ: વેક્સિનેશન અભિયાનને લાગી બ્રેક, અઠવાડીયાના આટલા દિવસ રહેશે બંધ, જાણી લો નહીંતર ખાશો ધક્કો!

રસી

Last Updated on July 14, 2021 by pratik shah

દેશની કેન્દ્ર સરકાર અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ વચ્ચે વેક્સિનના કાર્યક્રમને મોટી બ્રેક લાગી છે. જેમાં ગુજરાત રાજ્યમાં વેક્સિનની અછત વચ્ચે  ફરી એકવખત રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમ ખોરવાયો છે…હવે રાજ્ય સરકારે બુધવારે અને રવિવારે વેકસીન પ્રકિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે સપ્તાહના બે દિવસ રવિવારે અને બુધવારે વેક્સીન પ્રકિયા બંધ રહેશે. જો કે આ મામલે એવું કહેવાયું છેકે બુધવાર એટલે કે મમતા દિવસના દિવસે રસીકરણ બંધ રાખવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

vaccine

કોરોના મહામારી કારણે આરોગ્ય વિભાગની તમામ રજાઓ રદ કરીને વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી… પરંતુ હાલ કેસ ઘટયા છે જેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમના પરિવાર સાથે સમય વિતાવે તે માટે રવિવારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ રજા જાહેર કરી છે.. જેથી વેકસીન પ્રકિયા રદ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારાનો આંક હવે ૬૫ લાખને પાર થઇ ગયો છે. વેક્સિન લેવા માટે માન્ય ઉંમરની વસતી ગુજરાતમાં ૪.૮૯ કરોડ છે. આ પૈકી ૨.૧૮ કરોડ વેક્સિનનો એક ડોઝ જ્યારે ૬૫.૧૩ લાખ લોકો વેક્સિનના બંને ડોઝ લઇ ચૂક્યા છે.

vaccine

ગુજરાતમાં વેક્સિન લેવા માટે માન્ય ઉંમરની ૧૩.૩૫% વ્યક્તિ ફૂલ્લી વેક્સિનેટેડ છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હોય તેમાં મહારાષ્ટ્ર ૮૦.૪૦ લાખ સાથે મોખરે, પશ્ચિમ બંગાળ ૬૫.૬૦ લાખ સાથે બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવાયો હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથો ક્રમ ધરાવે છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૩.૨૦ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૨.૯૦ કરોડ સાથે બીજા, રાજસ્થાન ત્રીજા સ્થાને છે.

ગુજરાતમાંથી ૧૮થી ૪૪ના વયજૂથમાંથી ૧.૧૪ કરોડ, ૪૫થી ૬૦ વયજૂથમાં ૯૪.૯૯ લાખ જ્યારે ૬૦થી વધુ વયજૂથમાં ૭૩.૯૮ લાખ લોકો કોરોના વેક્સિનથી સુરક્ષિત થઇ ચૂક્યા છે. રાજ્યમાં મહિલા કરતાં પુરુષોમાં વેક્સિનેશનનું પ્રમાણ ૧૦% વધારે છે. જેમાં ૧.૫૪ કરોડ પુરુષ અને ૧.૨૯ કરોડ મહિલાનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૩૨.૩૪ લાખ અને ડાંગમાંથી સૌથી ઓછું ૬૮૦૨૫નું વેક્સિનેશન થયું છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Pravin Makwana

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!