GSTV
Gujarat Government Advertisement

હવે ભરાયા/ કોરોનાની વેક્સિન ન લીધી તો મોબાઈલનું સીમકાર્ડ થઈ જશે બંધ, સરકારે આપી ધમકી

Last Updated on June 11, 2021 by pratik shah

કોરોનાની બીજી લહેરના કારણે સંખ્યાબંધ દેશો પરેશાન છે અને હવે કોરોના વેક્સીન નહીં મુકાવવા માંગતા લોકોના કારણે પણ ઘણા દેશો હેરાન થઈ રહ્યા છે. વિશ્વના કેટલાક દેશોમાં રસીકરણ અભિયના પણ શરૂ થયું છે. પરંતુ લોકો વેક્સિનેશન મામલે હજું ગંભીર થઈ નથી રહ્યા.

vaccine

વેક્સીન લગાવવા માટે ઈનામી લાલચ આપી રહ્યા છે

અમેરિકા જેવા દેશો લોકોને વેક્સીન લગાવવા માટે ઈનામી લાલચ આપી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન લોકોને વેક્સીન સેન્ટરો સુધી ખેંચી લાવવા માટે ધમકીના હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારે ધમકી આપી છે કે, જે લોકો વેક્સીન નહીં લગાવે તેમનું સીમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જેનો મતબલ કે તેઓ પોતાના મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે.

કોરોના વેક્સીન નહીં લગાવે તેમનું સીમ કાર્ડ બ્લોક કરી દેવાશે

મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબના સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપયોગ અંગે નિર્ણય લેવાયો હતો. જેમાં નક્કી કરાયું હતું કે, જે પણ કોરોના વેક્સીન નહીં લગાવે તેમનું સીમ કાર્ડ બ્લોક કરી દેવાશે. સરકારનું કહેવું છે કે, જ્યાં મોટા પાયે વેક્સીન મુકાઈ છે ત્યાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે નિર્ધારિત લક્ષ્ય કરતા વેક્સીન લગાવનારા લોકોની કુલ સંખ્યા ઓછી છે. હવે લોકો વેક્સીન મુકાવે તે માટે આકરા નિયમો લાગું કરવાનું નક્કી થયું છે.

એવા લોકોનું લિસ્ટ તૈયાર કરી રહ્યા છે જેઓ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી

પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડો.યાસમીન રશીદનું કહેવું છે કે, અમે એવા લોકોનું લિસ્ટ તૈયાર કરી રહ્યા છે જેઓ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. ઘણા લોકો પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના કારણે લોકોમાં ડર પણ પેસી ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

pratik shah

નિષ્ક્રિયતા / હાઈકોર્ટ ટીકા કરે છે, પછી જ અમદાવાદ મ્યુનિના ઓફિસરો કામ કરે છે, આઈએએસ અધિકારીઓ કરે છે શું?

Bansari

બ્લેક ફંગસનો કહેર: મુંબઈમાં 3 બાળકોએ ગુમાવી આંખો, એક બાળકી થઇ ડાયાબિટીઝનો શિકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!