GSTV
Gujarat Government Advertisement

રસી/ WHOની મંજૂરી છતાં આ દેશોએ પ્રવેશવાની મંજૂરી ના આપતાં ચીન ભરાયું, રસીની અસરકારકતા સામે ઉઠ્યા સવાલો

Last Updated on June 11, 2021 by pratik shah

ચીનમાં બનેલી કોરોનાવાયરસ વિરોધી રસી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની મંજૂરી મળ્યા પછી પણ ઘણા દેશો તેને મંજૂરી આપી રહ્યા નથી. આ દેશોમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન સહિત મધ્ય-પૂર્વ એશિયાના ઘણા દેશોનો સમાવેશ થાય છે. યુએઈએ એમ પણ કહ્યું છે કે જે લોકોએ ચીનની રસી લીધી હોય, તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

who

રસી ઉપર ઘણા સવાલો ઉભા થયા

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનની કોરોના રસી ઉપર ઘણા સવાલો ઉભા થયા છે. સેશેલ્સમાં મે મહિનામાં અચાનક કોરોનાનાં કેસો વધી ગયા હતા. અહીં વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ કરવામાં આવ્યું હતું, અને મોટાભાગના લોકોને ચીનમાં બનેલી સિનોફોર્મ રસીનો ડોઝ અપાયો હતો. રસીકરણ પછીના કેસોમાં અચાનક થયેલા વધારાએ પણ રસીની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.

ચીનની રસીની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી

ત્યારબાદથી સાઉદી અરેબિયા, બહેરિન, ફિલિપાઇન્સ અને યુએઈ જેવા દેશોએ ચીનની રસીની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. મેના અંતમાં સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલિપિન્સનાં લોકો ચીનની રસી એટલા માટે નથી ઇચ્છતા કારણ કે તેમને તેની સલામતી અને અસરકારક્તા અંગે શંકા છે.

who

સાઉદીને સૌથી વધુ ચિંતા, પાકિસ્તાન મુશ્કેલીમાં

સાઉદી અરેબિયાએ ચીનની કોરોના વિરોધી રસી ઉપર સૌથી વધુ ચિંતા વ્યક્ત કરી છે. તેણે ચીનની બંને રસી (સિનોફાર્મ અને સિનોવાક) ને મંજૂરી આપી નથી. સાઉદીના આ પગલાથી ચીનની રસી ઉપર નિર્ભર પાકિસ્તાન અને અન્ય દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન આ સમસ્યાના સમાધાન માટે સાઉદી અરેબિયા સાથે ચર્ચા કરી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!