GSTV

વિદેશી વેક્સિન મામલે ભારતને લાગ્યો સૌથી મોટો ઝટકો, જ્હોનસને ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પરત ખેંચી!

રસીકરણ

Last Updated on August 2, 2021 by pratik shah

વિદેશી વેક્સિનની આયાતથી ભારતમાં વેક્સિનેશન અભિયાન ઓગસ્ટમાં ઝડપ પકડે તેવી આશા હતી. જોકે આ મામલે ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીએ પોતાની કોરોના વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની માંગ કરતી અરજી પરત ખેંચી છે. કંપનીએ અરજી પરત ખેંચવા પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી.

vaccine

અમેરિકન કંપનીએ આ વર્ષે એપ્રિલમાં ભારતમાં વેક્સિનના ટ્રાયલ માટે અરજી કરી

અમેરિકન કંપનીએ આ વર્ષે એપ્રિલમાં ભારતમાં વેક્સિનના ટ્રાયલ માટે અરજી કરી હતી. અમેરિકામાં વેક્સિન બાદ લોહીના ગઠ્ઠા જામવાની ફરિયાદો સામે આવ્યા બાદ કંપનીએ અમેરિકામાં ટ્રાયલ બંધ કરી હતી.

સુપ્રીમ
  • વિદેશી વેક્સિન મામલે ભારતને લાગ્યો મોટો ઝાટકો
  • જ્હોનસને ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પરત લીધી
  • કંપનીએ અરજી પરત ખેંચવાનું કોઈ કારણ જણાવ્યું નથી
કોરોના

કંપનીએ હવે ભારતમાંથી અરજી એવા સમયે પરત લીધી છે, જ્યારે કેન્દ્ર સરકાર વિદેશી વેક્સિન કંપનીઓની નુકસાનની ભરપાઈની છૂટ જેવી માંગ પર વિચાર કરવા માટે સમય લઈ રહી છે. આ પહેલા સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યું હતું કે,‘વેક્સિન કંપનીઓ સાથેના મુદ્દાઓ ઉકેલવા માટે એક ટીમની રચના કરવામા આવી છે. જે ફાઈઝર, મોડર્ના અને જ્હોનસ એન્ડ જ્હોનસન સાથે ચર્ચા કરી રહી છે.’

READ ALSO

Related posts

મોદીની સામે મમતા બેનરજી, દીદીએ કહ્યું- રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથી

Damini Patel

હું પહેલેથી જ નિશાના પર છું, મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છેઃ અસ્થાનાનો બળાપો

Bansari

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!