GSTV

કોરોનાની 38 વેક્સિન ત્રીજા ટ્રાયલમાં: ડિસેમ્બરના અંતમાં રસી મળવાની આશા, સિરમે કર્યો ખુલાસો

દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા મામલાઓ વચ્ચે ભારત માટે રાહતરુપ ખબર આવી છે. કોરોનાની રસી બનાવી રહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ આદર પૂનાવાલાએ ભારતમાં કોરોનાની રસી ક્યારે આવશે તે અંગે મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે.

પૂનાવાલાનુ કહેવુ છે કે, આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે. જોકે વેક્સિન બનીને તૈયાર થાય તે બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી પર આધાર રાખે છે. સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર સંયુક્ત રીતે કામ થઈ રહ્યું છે ત્યારે પૂનાવાલાનું કહેવું છે કે, બ્રિટનમાં આ રસીની એડવાન્સ ટ્રાયલ ચાલી રહી છે.

તેમના મતે જો બ્રિટન ડેટા શેર કરશે તો ઈમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે. જેને મંજૂરી મળતા જ ભારતમાં રસીનું ટેસ્ટિંગ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારા પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વેક્સિન હશે.

પૂનાવાલાએ કહ્યુ હતુ કે, કોરોનાની ઓક્સફર્ડ વેક્સિનના 100 મિલિયન ડોઝ આગામી વર્ષના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. આ વે્કસિન બહુ સસ્તી હશે.

સીરમ ઈન્સ્ટિટ્યુટમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન પર તેમજ અન્ય એક વેક્સિન પર પણ કામ ચાલી રહ્યુ છે. આખી દુનિયામાં લગભગ 150 વેક્સિન પર હાલમાં સંશોધન ચાલી રહ્યુ છે. જેમાંથી 38 વેક્સિનની ત્રીજા સ્ટેજની ટ્રાયલ ચાલી રહી છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!