GSTV

રસીકરણ/ રાજ્ય સરકારે આપી ચેતવણી, 30 જૂન સુધી રસી નહીં લીધી તો આ તમામ સંસ્થાનો પર લાગી જશે ખંભાતી તાળા: થશે કાર્યવાહી!

કોરોના

Last Updated on June 25, 2021 by pratik shah

દેશભરમાં ભલે બીજી લહેર શાંત થતી દેખાઈ રહી હોય, પરંતુ ત્રીજી લહેરને રોકવા માટે દેશના વિવિધ રાજ્યોમાં રસીકરણ અભિયાન પણ યથાવત રીતે ચાલી રહ્યું છે, બીજી તરફ ઘણી જગ્યાઓ પર રસીકરણ ઉચ્ચસ્તર પર કરવામાં આવી રહ્યું છે, આ વચ્ચે ગુજરાત સરકારે રાજ્યના 18 શહેરો તેમજ નગરોમાં ‘વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત’ લોકોને કોરોનાથી બચવા માટે 30 જૂન સુધી રસી લગાવવી ફરજિયાત કરવામાં આવી છે.

રાજ્યના શહેરમાં અને નગરોમાં કોરોના વાયરસના કારણે હાલમાં રાત્રી કર્ફયુ પણ લદાયો છે, સરકારે રાજ્યના બાકીના ભાગમાં આવા લોકોને રસીકરણ માટેની અંતિમ તારીખ 10 જુલાઈ નક્કી કરી છે. બીજી તરફ સરકાર તે નક્કી નથઈ કરી શકી કે આ નક્કી કરેલી સમયમર્યાદાની અંદર જેમણે રસી લગાવી નહીં શકે તો તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે.

ચીન

રૂપાણીની અધ્યક્ષતામાં કોવિડ -19 પર રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય

ગુરુવારે સાંજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કોવિડ -19 પર રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે એક પ્રકાશનમાં નિવેદન આપ્યું હતું કે, બીજી તરફ સરકારે જણાવ્યું કે રાજ્યના 18 શહેરોમાં કેટલાક દિવસો સુધી કર્ફયુ લાગું રહેશે.

સાથે સાથે “વ્યવસાયિક પ્રવૃત્તિમાં રોકાયેલા ડિરેક્ટર, માલિકો અને કર્મચારીઓને 30 જૂન સુધીમાં રસી લગાવવી ફરજિયાત છે. સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે જો આ આદેશનો પાલન નહીં કરનાર વાળા વેપાર ધંધા અને ખાનગી સંસ્થાનોને બંધ કરી દેવામાં આવશે.

રાજયના આરોગ્ય સચિવે રસી મામલે નિવેદન કર્યુ હતુ…તેઓએ કહ્યું હતુ કે ગુજરાતમાં ક્યાં પણ રસીના જથ્થાની અછત નથી…અત્યારે પણ  4 લાખ 40 હજાર લોકોનું રસીકરણ કરાયું છે..ભારત સરકાર રાજય સરકારને રસીનો જથ્થો મોકલે છે..આજે પણ ગુજરાતમાં રસીના ડોઝ આવશે..

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!