GSTV

લ્યો બોલો! વેક્સિનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવા તંત્રમાં દોડધામ, PM મોદીના જન્મદિને રાતના 12 વાગ્યા સુધી સેન્ટરો શરૂ રખાયા

Last Updated on September 18, 2021 by Dhruv Brahmbhatt

વડોદરા જિલ્લામાં વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો કરવા માટે રાતે 12 વાગ્યા સુધી તમામ કેન્દ્રો પર વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. પંચાયત વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,આજે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વડોદરા જિલ્લામાં ૧.૨૦ લાખ લોકોને વેક્સિન આપવા માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ સાંજે સાત વાગ્યા સુધીમાં ૫૪ હજાર લાકોને વેક્સિન આપવામાં આવી હતી.

vaccine

જિલ્લાના તમામ ૩૧૭ વેક્સિન સેન્ટરો રાતે બાર વાગ્યા સુધી ચાલુ રાખવા સૂચના અપાઇ હતી

જેને કારણે જિલ્લાના તમામ ૩૧૭ વેક્સિન સેન્ટરો રાતે બાર વાગ્યા સુધી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ,ડીડીઓ તેમજ મુખ્ય આરોગ્ય અમલદાર સહિતના અધિકારીઓ,ચૂંટાયેલા સભ્યો અને  ભાજપના સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારો વેક્સિનનો ટાર્ગેટ પુરો કરવા દોડધામમાં પડ્યા હતાં. જિલ્લાઉના કુલ 327 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થઇ ગયું હોવાનો આરોગ્ય અમલદારે દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના જન્મદિને સવારના ૭ થી રાત્રિના ૧ સુધી કોરોનાની રસી આપવાનું મહા રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં રેકોર્ડ બ્રેક રસીકરણ થયું હતું. રાત્રે10 વાગ્યા સુધીમાં 63753 ડોઝ આપી દેવાયા હતા. સાંજ માટે રસી મૂકાવવા લાઇનો લાગેલી જોવા મળી હતી.

કારેલીબાગ ખાતે રાત્રે ૧૧ વાગે સ્પેશ્યિલ વેક્સિનેશન ડ્રાઇવ શરૃ કરાઇ હતી

વડોદરામાં મહારસીકરણ અભિયાનનો ગુરૂવારની મધરાતથી જ પ્રારંભ થઇ ગયો હતો.  રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.૧ ખાતે રાત્રે સાડા 10 વાગ્યે અને મેન્ટલ હોસ્પિટલ – કારેલીબાગ ખાતે રાત્રે ૧૧ વાગે સ્પેશ્યિલ વેક્સિનેશન ડ્રાઇવ શરૃ કરાઇ હતી. આજે સવારે સાત વાગ્યાથી રસીકરણ ઝુંબેશ આશરે ૧૪૫ કેન્દ્ર પર શરૃ કરાઇ હતી.  કોર્પોરેશન પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો કુલ ૭૦ હજાર ડોઝ ઉપલબ્ધ છે. કોવિશિલ્ડનો નવો ૫૨ હજાર અને કોવેકિસનનો નવો ૫ હજાર રસીનો ડોઝ છે. આજ સવારથી જ રસી કેન્દ્રોની બહાર લોકોની લાઇનો લાગતા આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને  બપોર સુધીમાં જ અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો. 

તા.૨૪મી મેના રોજ શહેરમાં સૌથી વધુ ૨૨૫૭૪ ડોઝ આપી રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ આજ સુધી તૂટયો ન હતો. આજે રસીકરણના મહાઅભિયાનમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં જ ૨૩૬૯૨ ડોઝ રસી લઇ લીધી હતી. રસીકરણ રાત્રે ૧૨ સુધી ચાલુ રાખવા અગાઉ જાહેરાત કરાઇ હતી, તેમાં પણ ૧ કલાક સમય વધારી રાત્રે ૧ સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો.

રસીકરણ

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે પણ પ્રધાનમંત્રી જન્મ દિવસ મહા રસીકરણ અભિયાન હેઠળ ૪૦૦ જેટલા કેન્દ્રો ખાતે કોરોનાની રસી મૂકવાનું આયોજન કર્યુ હતું. આ અભિયાનનો પ્રારંભ ગુરૃવારની રાત્રે જિલ્લાના ગામોમાં સ્થાપિત ગણેશ મંડળો ખાતે શ્રીજીના આશીર્વાદ સાથે કર્યો હતો. રસીકરણથી વંચિત લોકોએ ગણેશ દર્શનની સાથે રસી મૂકાવી કોરોના સામે સુરક્ષિત થવાનું પસંદ કર્યું હતું.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!