GSTV
Gujarat Government Advertisement

બુદ્ધિનું પ્રદર્શન કરતી ગુજરાત સરકાર: સ્ટોક વગર ટીકાઉત્સવ ઉજવતી સરકારે યુવાનોને ધંધે લગાડયાં, રસીકરણમાં ધાંધિયા

Last Updated on May 12, 2021 by Pravin Makwana

કોરોનાની મહામારીમાં સરકારની અણઆવડત અને અવ્યવસ્થા સામે આવી છે અને આ જ અવ્યવસ્થાનો સેંકડો નિર્દોષ લોકો ભોગ બન્યા છે. કોરોના વાયરસના કારણે મૃત્યું કોઇક રીતે સહન પણ થાય પણ સરકારની અવ્યવસ્થા અને અણઆવડતથી થયેલી અંધાધુંધીથી થયેલા મોતથી મૃતકના પરિવારજનોમાં ભારે રોષની લાગણી છે.એક બાજુ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, સ્મશાનમાં લાકડા, ટેસ્ટીંગ કિટ, દવા અને ઇન્જેક્શનની અછતથી તો હજુ પણ ગુજરાતના નાગરિકો લાચારી અનુભવી રહ્યા છે તો સ્ટોક નહીં હોવા છતા ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો માટે પણ ટીકાઉત્સવની જાહેરાતો કરીને બેઠેલી ગુજરાત સરકારે તો હવે રસી માટે પણ યુવાનોને લાચાર બનાવી દિધા છે.

રસી

 સ્ટોક નહીં હોવા છતા રાજ્યના ૧૦ જિલ્લામાં ૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને પણ રસી આપવાની જાહેરાત કરવાની સાથે તા.૧લી મે ગુજરાતના સ્થાપના દિવસથી આ ટીકાઉત્સવ શરૃ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરની વાત કરીએ તો સરકારે સમગ્ર જિલ્લામાં ૧૮ પ્લસના નાગરિકોને રસી આપવાની જાહેરાત કરી હતી પરંતુ સ્ટોક નહીં હોવાને કારણે ફકત્ ગાંધીનગર શહેરી વિસ્તારના યુવાનોને જ રસી આપવામાં આવી રહી છે. શરૃઆતના તબક્કામાં એટલે કે, પહેલા બે દિવસ બે-બે હજાર યુવાનોને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ સ્ટોક નહીં હોવાને કારણે અને સમાંતર ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને પણ રસી આપવાની ચાલુ હોવાને પગલે ગાંધીનગરમાં રોજના બે હજાર યુવાનોને રસી આપવામાં આવતી હતી તેમાં સો ટકાનો ઘટાડો કરીને દરેક બુથ ઉપર સો મળી દસ બુથ ઉપર ફક્ત એક હજાર યુવાનોને રસી આપવામાં આવી રહી હતી. હવે તો તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને ગાંધીનગરના દસ બુથ ઉપર રોજ ફક્ત ૫૦ યુવાનોને જ રસીથી આરક્ષિત કરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ ૪૫ વર્ષથી ઉપરના તમામને રસી આપવાની ઝુંબેશ યુધ્ધના ધોરણે ચાલી રહી છે પણ ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને રસી માટે ફાંફા મારવા પડે છે. દરોરોજ યુવાનો એક બીજાને ફોન કરીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કઇ રીતે કરવું તેની માહિતી લે છે અને જ્યારે રજીસ્ટ્રેશન કરે છે ત્યારે રજીસ્ટ્રેશન જ થતું નથી. રજીસ્ટ્રેશન જ નહીં થતું હોવાને કારણે કયા સેન્ટર ઉપર રસી અપાવવી છે સહિતના અન્ય વિકલ્પો પણ યુવાનો પસંદ કરી શક્તા નથી.દરોરોજ યુવાનો ઓનલાઇન રજીસ્ટ્રેશનની કસરત કરે છે પરંતુ રજીસ્ટ્રેશન નહીં થતું હોવાને કારણે નિરાશ થાય છે. સ્ટોક નહીં હોવાને કારણે તંત્ર રોજ થોડા લાભાર્થીઓ જ લે છે અને ત્યાર બાદ તુરંત જ રજીસ્ટ્રેશન બંધ કરી દે છે. સ્ટોક નહીં હોવા છતા ટીકાઉત્સવના નામે ગાંધીનગરમાં જે રીતે રસીકરણ શરૃ કરવામાં આવ્યું હતું તે હવે આગામી દિવસોમાં બંધ થઇ જાશે તો તેવો ડર પણ લોકોમાં સતાવી રહ્યો છે.

તો બીજીબાજુ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન સહિતની જટિલ પ્રક્રિયા બાબતે પણ સરકારે વિચારવું જોઇએ અને રજીસ્ટ્રેશનનો આગ્રહ રાખ્યા વગર જે રીતે મતદાન કરવામાં આવે છે તે રીતે ઓધારકાર્ડ કે કોઇ પણ પુરાવા સામે રસીકરણ કરી આપવું જોઇએ તેવી માંગણી પણ ઉઠી છે. સામાન્ય વ્યક્તિઓ પાસે રસીકરણ માટે સારા આઇડીયા છે પરંતુ સરકાર દ્વારા રસીકરણને જટિલ અને અસલામત બનાવી દેવામાં આવ્યું છે જેના કારણે હવે તો રસીના પણ કાળાબજાર થાય તો નવાઇ નહીં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!