GSTV
India News ટોપ સ્ટોરી

Corona Vaccination/ હવે 12 વર્ષથી ઉપરના બાળકોને મળશે કોરોનાની રસી, વડીલોના બૂસ્ટર ડોઝ માટે પણ લેવાયો મોટો નિર્ણય

કોરોના

કોરોના વાયરસથી બચવા માટે સારા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી. આ સાથે, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે બૂસ્ટર ડોઝ મેળવી શકશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. તેમણે આગળ લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે, 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવ બુસ્ટર ડોઝ મેળવી શકશે. તેમણે બાળકો અને વૃદ્ધોને પણ કોરોનાની રસી મુકાવવા અપીલ કરી હતી.

READ ALSO

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ

Rajat Sultan

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan
GSTV