GSTV
India News ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ આ તારીખથી શરૂ થઇ શકે છે 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન, જાણો કેવી છે સરકારની તૈયારી

બાળકો

ભારતમાં વક્સિનેશન અભિયાન (vaccination program) શરૂ થયાને એક વર્ષ થઈ ગયું છે. અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધુ 1 અબજ 56 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. હવે માર્ચ મહિનાથી 12 થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે. આ માહિતી કોવિડ-19 પર ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એનકે અરોરાએ આપી છે. અરોરાએ કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત અથવા માર્ચની શરૂઆતમાં 12 થી 15 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવશે.

વેક્સિનેશન

3.31 કરોડ બાળકોને આપવામાં આવી વેક્સિન

3 જાન્યુઆરીથી શરૂ થયેલ બાળકો માટે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 15 થી 18 વર્ષની વય જૂથના 3.31 કરોડ બાળકોએ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આ વયજૂથના 45 ટકા બાળકોને માત્ર 13 દિવસમાં આવરી લેવામાં આવ્યા છે. ડૉ. અરોરાએ કહ્યું કે, દેશમાં 15 થી 17 વર્ષની વયના 7.4 કરોડ બાળકો છે. અમારો ઉદ્દેશ્ય જાન્યુઆરીના અંત સુધીમાં આ તમામ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો છે. આ પછી, અમે ફેબ્રુઆરીથી બીજો ડોઝ આપવા માટે અભિયાન ચલાવીશું. ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ડોઝનો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે. તેથી જ અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચના પ્રથમ સપ્તાહથી 12 થી 14 વર્ષની વયના બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવા માંગીએ છીએ.

વેક્સિનેશન

સરકાર માટે પ્રાથમિકતા છે કિશોરો

ડૉ એન કે અરોરાએ કહ્યું, “12 થી 17 વર્ષના બાળકો પુખ્ત વયના લોકો જેવા જ હોય છે. તેથી તેમને કોરોના સામે રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. આ ઉંમરના બાળકો ખૂબ જ ગતિશીલ હોય છે અને તેમને ઘણું બધું ફરવું પડે છે. તેમને શાળા, કોલેજ જવું પડે છે, મિત્રોને મળવું પડે છે, તેથી તેઓને સંક્રમણનું જોખમ વધારે છે. ઓમિક્રોનના આગમનથી આ જોખમ વધી ગયું છે. તેથી, સરકાર હવે આ બાળકોને પ્રાથમિકતા પર લઈ રહી છે અને શક્ય તેટલી વહેલી તકે તેમને રસીના કવરેજ હેઠળ લાવવા માંગે છે. ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પ્રમોદ જોગે જણાવ્યું હતું કે સરકારે કોઈપણ રોગથી પીડિત 5 થી 14 વર્ષની વયના બાળકોને પણ વેક્સિનના દાયરામાં લાવવા જોઈએ.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV