GSTV

વેક્સિન/ દેશમાં 3 દિવસમાં આટલા લોકોને અપાઈ કોરોના રસી : 580 લોકોમાં જોવા મળી સાઈડઈફેક્ટસ, આટલા છે હોસ્પિટલમાં

દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. સોમવારે કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો દિવસ હતો. દેશમાં અત્યાર સુધીમાં લાખો લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે. આ ત્રણ દિવસમાં કોરોના વેક્સિનેશનનો કુલ આંક 3 લાખ 81 હજારને પાર પહોંચ્યો છે. સોમવારની વાત કરીએ તો જે સાંજે પાંચ વાગતા સુધીમાં દેશભરમાં 1,48,266 લોકોને કોરોના રસી લગાવવામાં આવી છે.

દેશમાં શરુ થયેલા કોરોના રસીકરણ અભિયાન સફળ છે. સૌથી મહત્વની વાત છે કે કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટના કેસ નગણ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડાઓ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કરોના રસીના કારણે સાઇડ ફેક્ટના 580 કેસ સામે આવ્યા છે. જેમાંથી સાત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બાકીના લોકોમાં હળવી સાઇડ ઇફેક્ટ જોવા મળી છે.

તો આ તરફ ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની અંદર કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત પણ થયા છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ મોતને કોરોના વેક્સિન સાથે કોઇ સંબંધ નથી. રાજ્યવાર આંકડાની વાત કરે તો સોમવારે આંધ્ર પ્રદેશમાં 9758, અરુણાચલ પ્રદેશમાં 1054, અસમમાં 1872, બિહારમાં 8656, છત્તીસગઢમાં 4459, દિલ્હીમાં 3111, હરિયાણામાં 3446, હિમાચલ પ્રદેશમાં 2914, જમ્મુ કાશ્મીરમાં 1139, ઝારખંડમાં 2687, કર્ણાટકમાં 36888 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

READ ALSO

Related posts

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana

ધબડકો/ ઈંગ્લેન્ડની 68 રનમાં 7 વિકેટ પડી, અક્ષર પટેલના દરેક બોલે લાગી રહ્યું છે કે તે વિકેટ ઝડપશે !

Pravin Makwana

ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!