GSTV

રસીકરણ/ રાજ્યમાં તબીબો સહિત 12,320 હેલ્થવર્કર્સને અપાઈ રસ, ડૉક્ટર્સે રસી લેતા પ્રજાનો રસીમાંનો વિશ્વાસ થોડો વધ્યો

સમગિર દેશમાં રસીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં રસીકરણના પ્રથમ દિવસે જ 12,320 કોરોના વોરિયર્સ એટલે કે હેલ્થ વર્કર્સને કોરોનાનો પ્રતિકાર કરતી અને રોગપ્રતિકારક શક્તિ વધારતી રસી આપવામાં આવી છે. આજે સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આરંભ કરાવ્યા હતો.

અમદાવાદમાં સૌથી પહેલી રસી  ડૉક્ટર નવીન ઠાકરે લીધી હતી. 29 દિવસ બાદ આજે રસી લેનારાઓને બીજો ડૉઝ આપવામાં આવશે.  ત્યારબાદ ડૉ. કેતન દેસાઈ, ડૉ. અતુલ પટેલ, ડૉ. સપન પંડયા, ડૉ. ભદ્રેશ વ્યાસે, ડૉ. મહર્ષિ દેસાઈ,  ડૉ. દિલીપ માવલંકર, ખાનગી પેડિયાટ્રીશિયન ડૉ. નવીન ઠાકર,  તથા ડૉ. નવીન ભટ્ટ, ડૉ. મોનાબેન દેસાઈ અને ડૉ.નવનીત શાહ સહિત સંખ્યાબંધ ડૉક્ટર્સે કોરોનાની રસી આજે લીધી હતી.

અમદાવાદમાં સૌથી પહેલી રસી  ડૉક્ટર નવીન ઠાકરે લીધી

તેમણે રસી લીધી તેને પરિણામે આ રસી અંગે આમ જનતામાં પ્રવર્તતી શંકાકુશંકા ઓછી થવા માંડી છે. આજે પહેલા દિવસને અંતે રસીની ખરાબ થઈ હોવાના નિર્દેશ આપતી એક પણ ઘટના ન બની હોવાનું આરોગ્ય કમિશનર જે.પી. શિવહરેએ જણાવ્યું હતું. 29મે દિવસે આ તમામને બીજો ડોઝ આપવામાં આવશે. ગુજરાતના 33 જિલ્લામાં શરૂ કરાયેલી રસીકરણના પ્રથમ તબક્કામાં આઠ મહાનગર પાલિકાઓના 161 સેન્ટરો પરથી રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

સાંજે આઠ સાડા છ વાગ્યા સુધીમાં 11,800થી વધુ લોકોએ રસી લઈ લીધી હોવાનું ઉપલબ્ધ થયેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. ગુજરાતના 161 સેન્ટરો પરથી 80થી 100 ટકા હેલ્થ વર્કર્સ રસી મૂકાવવા  માટે આવ્યા હતા. રસી લેનારા કોરોના વોરિયર્સને બેચ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પહેલા આ રીતના 4.40 લાખ કોરોના વોરિયલર્સને રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેકસીનેશનનો સમગ્ર ગુજરાતમાં પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે કરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીનીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં રસી કરણનો આરંભ કરાવતાં કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેકસીન હવે આવી ગઇ છે .

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નસગ તેમજ સફાઇકર્મીઓના સ્ટાફ જેઓએ નવ  મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને રાઉન્ડ ઘ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્ષા કરનારાઓને રસીકરણમાં પ્રાથમિકતા આપવા જણાવાયું હતું.

કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં 5.41 લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા

કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં 5.41 લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા છે જેમાં 4.40 લાખ જેટલા હેલ્થકેર વર્કરોને કોવિડશિલ્ડ કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ  કોરાના રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય અગ્ર સચિવ ડા. જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નર, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ, તબીબી તજજ્ઞાો એ ઉપસ્થિત રહીને કોરોના રસી લેનાર હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો હતો.

રસીકરણ માટે રાજ્યમાં 17218 વેકસીનેટર્સ, 27934 સેશન સાઇટસ અને 2236 કોલ્ડ ચેઇન પોઇન્ટસ તૈયાર કરવામાં આવ્યા છે. આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સયાજી હોસ્પિટલ બરોડા ખાતે 18,000 વેક્સિન ડોઝનું સંતગણની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી ઇ-સ્વાગત કર્યું હતું.

Related posts

ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય

Bansari

તાલુકા પંચાયત/ 12 વાગ્યા સુધીમાં 1 હજારથી વધુ બેઠકો પર ભાજપનો ભગવો, 300થી વધુ બેઠકોમાં પંજાને સાથ

Karan

LIVE: 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં, ધાનાણી અને ભરતસિંહના ગઢમાં ગાબડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!