GSTV

Whatsapp લાવી રહ્યું છે Vacation Mode, જાણો શું ખાસ છે આ ગજબના ફીચરમાં

whatsapp

Last Updated on September 6, 2020 by Bansari

Facebookની માલિકીની મેસેજિંગ એપ Whatsapp ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝ્સ માટે Vacation Mode લોન્ચ કરી શકે છે. લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા અપડેટથી Whatsappના નવા ફીચર્સની જાણકારી મળી રહી છે. Whatsapp તરફથી ફરી એકવાર આ ફીચર્સ પર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેનું ટેસ્ટિંગ Whatsappએ અધવચ્ચે જ છોડી દીધુ હતુ.

Whatsapp યુઝર્સને શું થશે ફાયદો

Whatsappનો નવો Vacation Mode આર્કાઇવ ચેટને મ્યૂટ કરવાનો ઓપ્શન ઉપલબ્ધ કરાવશે. હકીકતમાં વર્તમાન સમયમાં આર્કાઇવ ચેટમાં નવો મેસેજ આવવા પર નોટિફિકેશનનો પૉપઅપ મળે છે. જેને Vacation Mode આવ્યા બાદ મ્યૂટ કરી શકાશે. એટલે કે આર્કાઇવ ચેટમાં નવો મેસેજ આવવા પર નોટિફિકેશન પૉપ અપ નહી થાય.

WhatsApp

Vacation Mode માટે મળશે એક નવુ ડેડિકેશન સેક્શન

Whatsapp તરફથી ગુગુલ પ્લે બીટા ગ્રોગ્રામ દ્વારા નવી અપડેટ જારી કર્યુ છે. એન્ડ્રોઇડ માટે Whatsapp v2.20.199.8 Beta જારી કરવામાં આવ્યુ છે. એક રિપોર્ટ અનુસાર Vacation Mode માટે એક નવુ ડેડિકેટેડ સેક્શન આપવામાં આવશે જે અલગ પેરામીટર્સને સિલેક્ટ કરવાનો વિકલ્પ આપશે. નવા ફીચરના લાઇવ થવાથી આર્કાઇવ ચેટ તમારી ચેટ લિસ્ટમાં સૌથી ઉપર પહોંચી જશે, જેના પર ટેપ કરવાથી એક અલગ ડેડિકેટેડ સેક્શન ખુલશે. આ નવા બટનને નોટિફિકેશન કહેવામાં આવશે.

WhatsApp

નવા નોટિફિકેશનમાં મળશે બે ઓપ્શન

આ નોટિફિકેશનમાં બે નવા ઓપ્શન Notify New Messages અને Auto-hide inactive ચેટ મળશે. અહીંથી યુઝર્સ નવો મેસેજ આવવા પર ચેટને મ્યૂટ કરી શકશે. જો યુઝર Notify New Messageના ડિસેબલ ઓપ્શનને સિલેક્ટ કરે તો આર્કાઇવ ચેટમાં નવો મેસેજ આવવાપર પણ તે સીધો આર્કાઇવમાં પહોચી જશે. સાથે જ Auto-hide inactive chatsને સિલેક્ટ રવા પર Vacation Modeનો એક એક્સટેંશન દેખાશે અને જો તમે તેને ઇનેબલ્ડ કરો તો 6 મહિના જૂની ચેટ ઑટોમેટિકલી આર્કાઇવમાં પહોંચી જશે.  

Read Also

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!