GSTV
Bhavnagar Trending ગુજરાત

ભાવનગરનો હિરા ઉદ્યોગ મૃતપાય હાલતમાં, કારખાનામાં પડેલું વેકેશન લંબાયું

ભાવનગરમાં હીરાના કારખાનાઓમાં પડેલું વેકેશન આ વર્ષે ઘણું લંબાયું છે. સામાન્ય રીતે અગિયારસથી ધમધમતા થતાં હીરાના કારખાના-ઓફિસોમાં આ વર્ષે માત્ર અગિયારસના મુહૂર્ત જ થયા છે. જેના કારણે નાના કારખાના-ઘંટી ચલાવતા લોકોને બાદ કરતા મોટા ભાગના હીરાના કારખાના હજુ પણ બંધ પડયા છે.

એક સમયે હીરા ઉદ્યોગમાં ભાવનગર જિલ્લાની ચમક દેશ-વિદેશમાં હતી. હવે આ હીરાની ચમક પર મંદીની ઝાંખપ આવી છે.મંદીના મારથી મોટાભાગના હીરા ઉદ્યોગકારોનું સુરત તરફ સ્થળાંતર થયુ છે. જેથી જીલ્લાની આર્થિક કરોડરજ્જુમાં મહત્વનો ભાગ ભજવતો હીરા ઉદ્યોગ હાલ મૃતપાય હાલતમાં છે.

૨૦૦૮ની મહામંદીએ હીરા ઉદ્યોગની કમર તોડી નાંખી હતી. એ સમયે હીરા ઘસવાનું કામ કરતા કારીગરે ઘરના સભ્યોનું પેટ ભરવાના પૈસા ન હોવાથી અનાજના લોટના ડબાની લૂંટ કરીને ભાગ્યો હતો. આ વર્ષે દિવાળી વેકેશન લાંબું ચાલ્યું હોવાથી રત્નકલાકારોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરમાં ઘોઘા જકાતનાકા, રામમંત્ર મંદિર, સરદારનગર સહિતના વિસ્તારોમાં આવેલા હીરાના કારખાના હજુ બંધ પડયા છે.

હીરાના કારખાનેદારો અને કારીગરોએ અગિયારસમાં નવા વર્ષના કામનું મુહૂર્ત તો કર્યું. પરંતુ મંદીને કારણે કારખાના શરૂ થઈ શક્યા ન હતા. હવે સપ્તાહમાં કારખાના ફરી ધમધમતા થશે અને હીરા ઉદ્યોગની ચમક પાછી ફરશે..તેવી રત્નકલાકારોએ આશા વ્યક્ત કરી છે.

READ ALSO

Related posts

શંકર ચૌધરીનો બફાટ  “ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને નહીં રોકે”

Nakulsinh Gohil

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાનીમાં પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે રાખો હૃદયની સંભાળ

Akib Chhipa
GSTV