GSTV
Home » News » ઉનાળા વેકેશનમાં બહાર જવાનું વિચારી રહ્યા હોય તો પહેલા આ વાંચી લો, ટ્રેનની ટિકિટ કન્ફર્મ હશે તો પણ થઈ શકે આવી હાલત

ઉનાળા વેકેશનમાં બહાર જવાનું વિચારી રહ્યા હોય તો પહેલા આ વાંચી લો, ટ્રેનની ટિકિટ કન્ફર્મ હશે તો પણ થઈ શકે આવી હાલત

ઉનાળા વેકેશનમાં મોટાભાગની ટ્રેનોમાં લાંબા વેઇટિંગથી સીટ મળવી પણ મુશ્કેલ છે ત્યારે ઘણાય મુસાફરો ચાર મહિના પહેલા એડવાન્સ બુકિંગ કરાવી દેતા હોય છે જેથી ટિકિટ કન્ફર્મ મળી રહે. પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન પરથી લાંબા અંતરની ટ્રેનોમાં રિઝર્વેશન કોચમાં કન્ફર્મ ટિકિટ હોવા છતાં જનરલ કોચ જેવી સ્થિતી જોવા મળી રહી છે. હાલમાં સીટ માટે મુસાફરો પડાપડી અને ધક્કામુક્કી કરી જનરલ ટિકિટ લઇને રિઝર્વેશન કોચમાં બેસી જઇ ભારે હંગામો મચાવતા હોવાનું જાણવા મળ્યું છે.

આમ ટ્રેનોમાં ભારે અવ્યવસ્થાથી મુસાફરો ત્રાહીમામ પોકારી રહ્યા છે. રેલવેનું સુવ્યવસ્થિત સંચાલન કરવામાં ઉચ્ચ અધિકારીઓની ગંભીર બેદરકારી છતી થઇ છે. હાલમાં સાબરમતિ, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ સહિતની લાંબા અંતરની ટ્રેનોમાં 200થી વઘારે વેઇટીંગ હોય છે કેટલીક ટ્રેનોમાં ‘નો રૂમ’ જેવી સ્થિતી છે ત્યારે આ ટ્રેનોમાં એક સીટ માટે પણ પડાપડી હોય છે. આ ટ્રેનોમાં રિઝર્વેશન કોચમાં પણ મુસાફરો બેસી જાય છે અને કન્ફર્મ ટિકિટ હોવા છતાં રીતસરની દાદાગીરી કરતા હોય છે. પરિવાર સાથે મુસાફરી કરતા પ્રવાસીઓ સાથે મારામારી અને સીટ માટે ઝપાઝપી કરતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુસાફરો આક્ષેપ કરે છે કે પરિવારજનો સાથે નોનએસી રિઝર્વેશન કોચમાં મુસાફરી કરવી સલામત નથી.

તેમ છતાં રેલવેના ઉચ્ચ સત્તાધીશોના પેટનું પાણીય હલતુ નથી. હાલમાં ટ્રેનોની એવી સ્થિતી જાવા મળી રહી છે કે કદાચ તમને ક્યારેય મુસાફરી કરવાનું મન ન થાય. હાલમાં એક કોચમાં 75ની ક્ષમતા સામે 250 મુસાફરોની કોચ ખીચોખીચ થઇ જાય છે. તેમ છતાં રેલવેના ટીસી અને રેલવે પોલીસ મુકપ્રેક્ષક બની આખો તમાશો જોવે છે. મહત્વની વાત તો એછે કે રેલવેએ ટ્રેનોમાં તમામ કોચ એલસીબી કરતા જનરલ ડબા ઓછા થઇ ગયા છે. જેના કારણે આ સ્થિતીનું નિર્માણ થયુ છે. નોંધનીય છે કે ઉનાળા વેકેશનમાં પ્રતિદીન 1.50 લાખ મુસાફરોની આવનજાવન છે.

Read Also

Related posts

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

Dharika Jansari

નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી, મુકેશ અંબાણીનું કરોડોનું રોકાણ ખતરામાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!