GSTV

AIIMS Recruitment / એઇમ્સ કલ્યાણીમાં જુદા-જુદા પદો પર નિકળી ભરતી, 1.68 લાખ રૂપિયા સુધી હશે સેલરી

Last Updated on July 11, 2021 by Zainul Ansari

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સિજ કલ્યાણી તરફથી વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન જારી થઈ છે. એઇમ્સ કલ્યાણી તરફથી જારી વેકેન્સી મુજબ એનાટોમી, સાયકોલોજી અને જનરલ સર્જરી સહિત જુદા-જુદા 39 વિભાગોમાં ભરતી થશે. અરજીના ઇચ્છુક ઉમેદવાર એઇમ્સમાં કલ્યાણીની ઓફિશિયલ વેબસાઇટ aiimskalyani.edu.in પર જઇ આ પદો માટે અરજી કરી શકે છે.

IT

જારી નોટિફિકેશન હેઠળ કુલ 147 પદો પર ભરતી થશે. તેમા અરજીની પ્રક્રિયા જારી છે. અરજી જમા કરવાની અંતિમ તારીખ 18 જુલાઈ 2021 છે. વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી ઓફિશિયલ નોટિફિકેશનમાં વેકેન્સીની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છે.

આ પદો પર થશે ભરતી

એઇમ્સ કલ્યાણી તરફથી જારી વેકેન્સીના માધ્યમથી જુદા-જુદા 39 વિભાગોમાં નોકરી આપવામાં આવશે. તેમા કુલ 147 પદો પર ભરતી કરવામાં આવશે. જારી વેકેન્સીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 28 પદ, એસોસિએટ પ્રોફેસરના 22 પદ, એડિશનલ પ્રોફેસરના 32 પદ અને પ્રોફેસરના 65 પદ સામેલ છે.

યોગ્યતા

આ પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાથી MBBSની ડિગ્રી હોવી જોઇએ. ઉપરાંત સંબંધિત વિષયમાં MD અને DMની પણ ડિગ્રી હોવી જોઇએ. તેની સાથે જ પદ મુજબ શિક્ષણ અનુભવની પણ માંગણી કરાઇ છે. વધુ જાણકારી માટે નોટિફિકેશન વાચી લેવી.

વય મર્યાદા

યોગ્ય ઉમેદવારની ઉમર 58 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જોકે સરકારી માપદંડ મુજબ ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષ, અસસી, એસટી, સરકારી કર્મચારી માટે 5 વર્ષ અને પીડ્બ્લ્યૂડી (એચઓ-ઓએલ અને બીએલ) ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

સેલરી ડિટેલ્સ

  • પ્રોફેસર – પે મેટ્રિક્સ લેવલ – 14એ હેઠળ 1,68,900 રૂપિયા (ઓછામાં ઓછી સેલરી) સાથે એનપીએ ભથ્થું મળશે
  • એડિશનલ પ્રોફેસર – પે મેટ્રિક્સ લેવલ – 13એ 2 હેઠળ 1,48,200 રૂપિયા (ઓછામાં ઓછી સેલરી) સાથે એનપીએ ભથ્થું મળશે
  • એસોસિએટ પ્રોફેસર – પે મેટ્રિક્સ લેવલ – 13એ 1 હેઠળ 1,38,300 રૂપિયા (ઓછામાં ઓછી સેલરી) સાથે એનપીએ ભથ્થુ મળશે
  • આસિસ્ટન્ટ પ્રોફેસર – પે મેટ્રિક્સ લેવલ – 12 હેઠળ 1,01,500 રૂપિયા (ઓછીમાં ઓછી સેલરી) સાથે એનપીએ ભથ્થું મળશે

Read Also

Related posts

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel

ભૂલથી પણ આવો કોલ આવે તો ચેતજો નહીં તો…., 25 લાખની લાલચમાં યુવાને ગુમાવ્યા આટલાં લાખ અને ઘર પણ ભાંગ્યું

Dhruv Brahmbhatt

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!