GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

વાવાઝોડાનું નામ શા માટે મહિલાઓના નામ પરથી પાડવામાં આવે છે? જાણો રોચક ઇતિહાસ

તાજેતરમાં જ દેશભરમાં ફાની નામના વાવાઝોડાએ તબાહી મચાવી. હાલ વાયુ નામનું વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યુ છે. 13 જૂને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારા વાવાઝોડા પહેલા તંત્રની કવાયત ચાલી રહી છે. આ વાવાઝોડાની 292 કાંઠાના ગામમાં અસર થઈ શકે છે. એટલે કે આ વિસ્તારમાં રહેતી લગભગ સાડા ત્રણ લાખ વસ્તીને વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? ચાલો તમને જણાવીએ…

આ અગાઉ નીલોફર, તિતલી, બિજલી જેવા વાવાઝોડાના નામ પણ તમે સાંભળ્યા હશે. દુનિયાના અલગ અલગ દેશમાં આ પ્રકારના વાવાઝોડાના અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. 

વાવાઝોડાનો ઈતિહાસ

વાવાઝોડાના નામ રાખવાની શરૂઆત 1953થી થઈ હતી. જો કે બધા જ વાવાઝોડાના નામ રાખવામા આવતા નથી. વાવાઝોડાનું નામ ત્યારે જ રાખવામાં આવે છે જ્યારે તેની ગતિ ઓછામાં ઓછી 63 કિમી પ્રતિ કલાક હોય. જેની ગતિ 118 કિમી પ્રતિ કલાક હોય તો તેને ગંભીર માનવામાં આવે છે. આ ઉપરાંત તેની સ્પીડ 200થી વધારે થાય તેને સુપર સાઈક્લોનની શ્રેણીમાં મુકવામાં આવે છે. 

આ ઉપરાંત વાવાઝોડામાં પણ મેલ અને ફીમેલ હોય છે. પહેલા નામ મહિલાઓના નામથી જ રાખવામાં આવતા પરંતુ અમેરિકી હવામાન વિભાગએ 1953માં નક્કી કર્યુ કે અંગ્રેજી વર્ણમાળા એથી ડબલ્યૂ સુધીમાં જેટલા પણ નામ મહિલાઓના હોય શકે તેના પરથી વાવાઝોડાને નામ આપવા. પરંતુ આ નિર્ણયનો વિરોધ અનેક મહિલા સંગઠનોએ નોંધાવ્યો અને ત્યારબાદ પુરુષોના નામ પરથી પણ નામ રાખવાનો પ્રારંભ થયો. 

ભારતીય ઉપમહાદ્વીપ સાથે હિંદ મહાસાગર નજીક આવતા દેશમાં વાવાઝોડાનું નામ રાખવાનો પ્રારંભ 2000 પછી શરુ થયો જેમાં બાંગ્લાદેશ, માલદીવ અને મ્યાંમારનો સમાવેશ થાય છે. હવે વાવાઝોડાનું નામ રાખવાનું કામ વર્લ્ડ મેટ્રોલોજિકલ સંગઠન કરે છે. જે વિસ્તારમાં વાવાઝોડું આવે છે ત્યાંની એજન્સી આ કામ કરે છે. ઈવન નંબરવાળા વર્ષો જેમકે 2016માં પુરુષ અને ઓડ વર્ષ જેમકે 2017માં મહિલાઓના નામ આપવામાં આવ્યા. 

Read Also

Related posts

અમરેલીનાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, ચારે બાજુ પ્રસરી ઠંડક

pratik shah

કોરોનાકાળમાં શ્વાસ લેવો પણ ભારે પડશે: શ્વાસ છોડ્યાના આટલા કલાક બાદ પણ હવામાં જીવંત રહે છે ઘાતક વાયરસ

Bansari

CBSE result 2020: ધોરણ 12નું પરિણામ જાહેર, આ Apps પર ચેક કરી શકશો રીઝલ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!