એક્ટ્રેસ વાણી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શોર કરી હતી જેમાં તેણે ફ્રન્ટ નોટ ક્રોપ ટોપ પહેર્યું હતું. આમતો આ લુકમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી અને ફેન્સે તેના વખાણ પણ કર્યા હતા. પરંતુ તેના ટોપ પર જે લખેલું હતું તેનાથી અમુક લોકો ભડકી ગયા હતા.

હકીકતે વાણીના આ હોટ લુકિંગ ટોપ પર ‘હરે રામ હરે કૃષ્ણા’ લખેલું હતું. તેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા. લોકોનું કહેવું છે કે આ પ્રકારના કપડા પર રામ નામ જોઈને તેમની ‘ધાર્મિક ભાવનાઓને
ઠેસ પહોંચી છે.’

આટલું જ નહીં લોકોએ વાણી અને તેની ફિલ્મો સુધીને બેન કરવાની ધમકી આપી દીધી. સાથે જ એક્ટ્રેસ વિરુદ્ધ એક્શનની પણ માંગ કરી.
વાણીએ હટાવી તસ્વીર
વાણીએ પોતાની આ તસ્વીરને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે લોકોના વિરોધના કારણે એક્ટ્રેસે આ નિર્ણય લીધો છે. જોરે તેની તરફથી હાલમાં આ મુદ્દે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

એક્ટ્રેસની તસ્વીર હટાવવા પર તેનો વિરોધ કરનાર લોકોએ પ્રિતક્રિયા આપી અને કહ્યું કે તેમનો વિરોધ કામ આવ્યો કારણ કે વાણીએ તસ્વીર હટાવી લીધી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ વાણી કપૂર ફિલ્મ ‘વોર’માં જોવા મળી હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો.
Read Also
- દિલ્હી આંદોલનના પડઘાં ગુજરાતમાં, 100 ટ્રેકટરો સાથે રાજ્યના અન્નદાતા કિસાન પરેડમાં જોડાશે: રૂપાણી સરકારીની ઉડી ઉંઘ
- બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ
- પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ
- દર મહિને કરો 30 હજાર સુધીની કમાણી, સરકાર સાથે મળી 2.50 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ
- દુ:ખદ: પાલનપુરના માનસરોવરમાં બેકાબુ ડમ્પર ચાલકે મજુરોને કચડ્યા, એકનું મોત અને બેની હાલત ગંભીર