GSTV

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Last Updated on January 19, 2020 by

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જેના ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ ફસાઈ જતી હોય છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે જાપાનની કંપનીએ એક ખાસ ડિવાઈસ તૈયાર કર્યુ છે. જેની ટ્રાયલ રિવરફ્રન્ટ ખાતે કરાઈ હતી. વિશ્વમાં પહેલી વખત આ પ્રકારનો પ્રયોગ અમદાવાદમાં કરાયો હતો.

કઈ રીતે કામ કરશે ડિવાઈસ?

  • એમ્બ્યુલન્સ, ફાયર જેવા ઈમરજન્સી વાહન તેમજ ટ્રાફિક ડિસ્પ્લે બોર્ડ પર ટ્રાંસમિટર લગાવાશે
  • જે વી ટૂ એક્સ કોમ્યુનિકેશન ટેકનોલોજીથી જાડાયેલાં હશે
  • એમ્બ્યુલન્સ કે અન્ય ઈમરજન્સી વાહન સિગ્નલથી ૮૦૦ મીટર દૂર હશે ત્યારે ટ્રાફિક સિગ્નલને સંદેશો મળશે
  • ઈમરજન્સી વાહન આવતાં જા રેડ સિગ્નલ હશે તો તે ગ્રીન થઈ જશે
  • ઈમરજન્સી વાહન ૮૦૦ મીટર દૂર હશે ત્યારે ટ્રાફિકના ડિસ્પ્લે બૅંર્ડ પર સૂચના મળશે
  • વાહનચાલકો ઈમરજન્સી વાહનને સાઈડ આપવા ખસી જશે

સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં ઈમરજન્સી વાહનો માટે ગ્રીન કોરિડોર બનાવતી સિસ્ટમ હાલ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ ખાતે ગ્રીન કોરિડોર સિસ્ટમ લગાવામા આવી છે અને જો તે સફળ થશે તો તબક્કાવાર અન્ય વિસ્તારમાં પણ આ સિસ્ટમ શરૂ કરવાની યોજના છે. કોર્પોરેશન સાથેની સમજૂતિ મુજબ જાપાનની એક કંપની યુએચએફ બેન્ડ આધારિત તેમજ જાપાનમાં બનેલી V2X ટેક્નોલોજીને આધારે સિસ્ટમ લગાવશે. એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહન 800 મીટર દૂર હશે ત્યારે તે જે દિશામાંથી આવતું હશે તે તરફનું સિગ્નલ ગ્રીન થશે અને આજુબાજુના સિગ્નલ ઓટોમેટિક રેડ થઈ જશે.

વાહનચાલકોને પણ ઇમરજન્સી વાહનની જાણ થશે. તંત્રના દાવા મુજબ ગ્રીન કોરિડોરને કારણે કોઈપણ દર્દી તેના સ્થળથી મહત્તમ 45 મિનિટમાં હોસ્પિટલ પહોંચી જશે. ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વ્હીકલને પસાર થવા માટે જે સમય લાગે છે તેમાં આ સિસ્ટમ લાગ્યા બાદ 20 ટકા ઘટાડો થશે. એટલે કે જો એક વાહનને નિશ્ચિત જગ્યાએ પહોંચવા 10 મિનિટ લાગતી હોય તો આ ગ્રીન કોરિડોરથી 8 મિનિટ લાગશે. રાજ્યના વિવિધ વિસ્તારમાં 108નો એવરેજ રિસ્પોન્સ ટાઇમ 19 મિનિટ છે. જ્યારે શહેરોમાં આ સમય 13 મિનિટ છે. જો કે, શહેરી વિસ્તારમાં વધુ સિગ્નલ આવતા હોવાથી ઈમરજન્સી વાહનનો સમય વધતો હોય છે.

યુએચએફ બેન્ડ ફ્રીકવન્સી એવી ટેક્નોલોજી છે જેને સિગ્નલ પહોંચાડવામાં ગીચ વિસ્તારમાં આવેલી ઉંચી ઈમારતો અને કુદરતી અવરોધો નડતાં નથી. અમદાવાદ જેવા શહેર માટે આ ટેક્નોલોજી સૌથી વધુ ઉપયોગી છે. હાલ તો રિવરફ્રન્ટ પર આ સિસ્ટમનો ડેમો કરાયો છે. સીસ્ટમ તો સારી છે પરંતુ તેનુ અમલીકરણ અમદાવાદ શહેરમા શક્ય બનશે કે કેમ તે એક પ્રશ્ન છે. આ સીસ્ટમ માટે દરેક એમ્બ્યુલન્સમાં ડિવાઇસ લગાવા પડે તેમજ સિગ્નલ અને ટ્રાફીક ડીસપ્લે બોર્ડ પર ઉપકરણ ફીટ કરવુ પડે છે જેની પાછળ સારો એવો ખર્ચ થાય છે. હવે આટલા મોટા અમદાવાદમા આ સિસ્ટમ શરુ કરવા માટે જંગી ખર્ચ કરવો પડે તો તંત્ર કેવી રીતે કરશે તે પણ એક પ્રશ્ન છે.

READ ALSO

Related posts

પવાર સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીનું મોટું નિવેદન, ભાજપ વિરોધી દળોએ બનાવવો પડશે મજબૂત વિકલ્પ

Dhruv Brahmbhatt

નવી શિક્ષણનીતિનો નવો પ્રયોગ/ B.Scમાં બેઠકો ખાલી રહેતા બીજા સત્રમાં પણ નવા પ્રવેશની વિચારણા, 8 હજારથી વધું બેઠકો ખાલી રહી

Pravin Makwana

દાદાગીરી/ સરકારથી ઉપરવટ જઈને કેટલીક સ્કૂલોએ લેટ ફી ઉઘરાવી પણ કોઈ પગલા નહીં, વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!