GSTV

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Last Updated on June 22, 2021 by Dhruv Brahmbhatt

2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં હવે બંને પક્ષો સક્રિય થઇ ગયા છે. ત્યારે એક બાજુ ભાજપ તો બીજી બાજુ કોંગ્રેસ પણ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. 2022ની ચૂંટણીને લઇને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતીષ ગુજરાત મુલાકાતે આવ્યાં છે. તેઓ આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. તેમણે ગઈ કાલે પણ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

ઉલ્લેખનિય છે કે, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ગૃહપ્રધાન અમિત શાહ અને હવે સંગઠન મહામંત્રી વી. સતીષ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. જેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા વિચારણાઓ શરૂ થઈ ગઇ છે.

કોંગ્રેસ દ્વારા પ્રત્યેક જિલ્લા અને શહેરમાં યોજાશે કાર્યકારણી બેઠક

અત્રે નોંધનીય છે કે, બીજી બાજુ 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને ફરી કોંગ્રેસ પણ સક્રિય બની હોય તેવું લાગે છે. કારણ કે કોંગ્રેસ દ્વારા પ્રત્યેક જિલ્લા અને શહેરમાં કાર્યકારણી બેઠક યોજાશે. જેમાં સ્થાનિક સ્તરે થનારી કામગીરી અને પ્રશ્નોને લઈને ચર્ચા થશે. મોંઘવારી, કોરોના અસરગ્રસ્ત પરિવારો માટે આર્થિક મદદ અને સંગઠનના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કાર્યકારિણી બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!