GSTV

કેરળ વિમાન દુર્ઘટના બાદ વિદેશ રાજ્યપ્રધાને કરી કોઝિકોડની મુલાકાત, ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

કેરળમાં બનેલી વિમાન દુર્ઘટના બાદ વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરન કોઝિકોડ પહોંચ્યા છે. તેમણે વિમાન દુર્ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વિમાન દુર્ઘટનામાં 19 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 17 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

આ ઘટના રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી, રિપોર્ટ અનુસાર જ્યારે વિમાને લેન્ડિંગ કર્યું ત્યારે વિઝિબિલિટી અતી ઓછી હતી.વરસાદ અને ઓછી વિઝિબિલિટી ઉપરાંત એરપોર્ટનો રનવે પણ જોખમી હોવાને કારણે વિમાન લેન્ડિંગ સમયે લસરી ગયું હતું જેથી કન્ટ્રોલ સંપૂર્ણપણે ગુમાવી દેતા રનવે પરથી ઉતરીને 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. આ દરમિયાન જ વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

વિમાન

ઘટના ઘટી ત્યારે વિમાનમાં જે મુસાફરો સવાર હતા જેમાં 128 પુરૂષો, 46 મહિલાઓ અને 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. કોઝિકોડનું આ એરપોર્ટ ભૌગોલિક રીતે ટેબલ ટોપ માનવામાં આવે છે જ્યાં વિમાનને ઉતારવા માટેનો જે રનવે હોય તેની આસપાસ ખાડી હોય છે.

આ પ્રકારના એરપોર્ટના રવને પર વિમાન ઉતારવા જોખમી પણ માનવામાં આવે છે. એવામાં કેરળમાં શુક્રવારે ભારે વરસાદ પડયો હતો અને રનવે પર પણ પાણી હતા. વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી. જેને પગલે વિમાનને ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે પાયલટના કન્ટ્રોલમાં નહોતુ રહ્યું અને દુર્ઘટના ઘટી હતી.

MUST READ:

Related posts

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

Dilip Patel

પક્ષાંતર વાળી 22 બેઠકો જીતવા મામાનો માસ્ટરપ્લાન : 22 લાખ ખેડૂતો માટે ફાયદાવાળી જાહેર કરી દીધી આ યોજના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!