GSTV

ઉઈગર બાદ ઉત્સુલ મુસલમાનો હવે ચીનનો નવો ટાર્ગેટ : હિઝાબ પહેરવા પર મૂકી દીધો પ્રતિબંધ

ચીનનાં શિનજિયાંગ પ્રાંતનાં ઉઇગર મુસલમાનો પર અત્યાચારો ગુજાર્યા બાદ હવે આ સિલસિલો આગળ ધપાવતા હવે ચીનની સામ્યવાદી સરકાર માત્ર 10 હજારની વસ્તી ધરાવતા ઉત્સુલ મુસલમાનોને નિશાન બનાવી રહી છે.

અધિકારીઓએ તેના આ પ્રકારનાં પહેરવેશ પર પ્રતિબંધ લગાવ્યો

સરકારે ઉત્સુલ મહિલાઓને પરંપરાત ઇસ્લામિક પરિધાન અને હિઝાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, આ માહિતી બહાર આવતા દુનિયાભરનાં દેશો ચીનની આકરી ટીકા કરી રહ્યા છે. હેનાન પ્રાંતનાં સાન્યા શહેરમાં રહેતા ઉત્સુલ મુસલમાનોને શાળાઓ અને સરકારી કાર્યાલયોમાં પરંપરાગત વસ્ત્રો પહેરવા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અધિકારીઓએ તેના આ પ્રકારનાં પહેરવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

કોઇ પણ લઘુમતી સ્કુલમાં પરંપરાગત વસ્ત્રો પહેરી શકાતા નથી

સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટનાં જણાવ્યા પ્રમાણે ઉત્સુલ મુસ્લિમોનાં એક સામાજીક  કાર્યકરે નામ પ્રકાશિત નહીં કરવાની શરતે કહ્યું કે સત્તાવાર હુકમ એ છે કે કોઇ પણ લઘુમતી સ્કુલમાં પરંપરાગત વસ્ત્રો પહેરી શકાતા નથી. સાન્યામાં અન્ય લઘુમતીઓ પરંપરાગત ડ્રેસ નથી પહેરતા, આ જ કારણે તેમને કોઇ દબાણ નથી કરતું, જ્યારે અમારા પર જોરજબરજસ્તી કરવામાં આવે છે, હિઝાબ અમારી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, પરંતું જો અમે તે ત્યજી દઇશું તો તે અમારા કપડા ઉતાર્યા બરાબર મનાશે.

હુકમનાં વિરૂધ્ઘ યુવતીઓનાં વિરોધ પ્રદર્શનો પણ શરૂ થઇ ચુક્યા

હિઝાબ પર પ્રતિબંધ લગાવવાનાં હુકમનાં વિરૂધ્ઘ યુવતીઓનાં વિરોધ પ્રદર્શનો પણ શરૂ થઇ ચુક્યા છે, વિરોધ કરતી યુવતીઓને પોલીસ ઘેરી રહી છે, હિઝાબ ઉપરાંત મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા લાંબા સ્કર્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઉત્સુલ મહિલાઓને હિઝાબ ડિસઓર્ડર્લી ગણાવાયો

વળી ઉત્સુલ મુસલમાનોનાં પરંપરાગત ડ્રેસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું કોઇ કારણ જણાવવામાં આવ્યું નથી, સામાજિક કાર્યકર્તાએ કહ્યું કે સાન્યા નગરપાલિકા અથવા શહેરની સ્થાનિક ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની શાખામાં કામ  કરતી ઉત્સુલ મહિલાઓને પણ ગયા વર્ષનાં અંતમાં હિઝાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સરકાર અથવા કોમ્યુનિસ્ટ પાર્ટીનાં યુનિટમાં કામ કરી રહેલી ઉત્સુલ મહિલાઓને હિઝાબ ડિસઓર્ડર્લી ગણાવાયો છે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!