GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

2 ક્રિકેટ મેચ બાદ જ રદ કરાઈ હતી શ્રીલંકાની T-20 લીગ, કારણ જાણી ચોંકી જશો

કોરોનાને કારણે ક્રિકેટ ઠપ્પ થઈ ગયું છે પરંતુ કેટલાક દેશ ફરીથી ક્રિકેટનો પ્રારંભ કરી રહ્યા છે. શ્રીલંકામાં ટી20 લીગનો પ્રારંભ થયો તે સાથે તે એશિયાનો એવો પ્રથમ દેશ બન્યો હતો જ્યાં ક્રિકેટે પુનરાગમન કર્યું હોય પરંતુ ત્યાં પણ બે જ મેચ રમાયા બાદ આ ટી20 લીગ રદ કરવી પડી છે. સોમવારથી જ આ લીગનો પ્રારંભ થયો હતો.

યુએવી ટી20 લીગ રદ કરાઈ

શ્રીલંકામાં યુએવી ટી20 લીગનો સોમવારથી પ્રારંભ થયો હતો અને દરરોજની બે મેચ તથા એક સપ્તાહ સુધી આ લીગ રમાનારી હતી. પ્રથમ દિવસે બે મેચ રમાઈ હતી પરંતુ આ લીગ ગેરકાયદે હતી અને તેથી જ તેને રદ કરી દેવામાં આવી છે. હકીકતમાં શ્રીલંકન બોર્ડે આ લીગને માન્યતા આપી જ ન હતી. આમ છતાં લીગમાં શ્રીલંકાના મોખરાના ખેલાડીઓ તિલકરત્ને દિલશાન, પરવેઝ મહારૂફ અને અજંતા મેન્ડીસ જેવા ખેલાડીઓ રમવાના હતા. જોકે મહારૂફે આ વાતનો ઇનકાર કર્યો હતો કે તે આ લીગમાં રમવાનો નથી.

અગાઉ T-10 લીગ પણ રદ થઈ હતી

શ્રીલંકામાં આ અગાઉ 25મી જૂનથી પીડીસી ટી10 લીગ પણ રમાનારી હતી અને તેમાં કુલશેખરા અને મેન્ડીસ જેવા ખેલાડી ભાગ લેવાના છે તેવી જાહેરાત થઈ હતી પરંતુ તેને પણ રદ કરાઈ હતી. આ લીગને પણ શ્રીલંકન બોર્ડ તરફથી માન્યતા મળી ન હતી.
આમ બે લીગ રદ થતાં ફેન્સે હવે એશિયામાં ક્રિકેટના પુનરાગમન અંગે વધુ રાહ જોવી પડશે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!