GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ધૂમ! કોંગ્રેસે મોંઘવારીની પતંગ ઉડાવી, સીએમ રૂપાણીએ મકરસંક્રાંતિની પાઠવી શુભકામનાઓ

મકર સંક્રાતિનું પર્વ એટલે ઉત્સાહ ઉમંગ સાથે શ્રદ્ધા અને પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર, મકર સંક્રાતિના પર્વ પર પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ છે જેની પાછળ શારીરીક સ્વાસ્થયને ઉતમ બનાવવાનો તર્ક છૂપાયેલો છે તો આ પાવન પર્વ પર લોકો ગાય શ્વાન જેવા પશુઓને આહાર આપીને પુણ્યનું ભાથુ બાંધે છે આ દિવસને દાન પુણ્યનું વિશેષ મહત્વ હોવાથી લોકો દાન પુણ્ય કરે છે તો મંદિરોમાં પણ દર્શન માટે ઉમટી પડે છે.

અમદાવાદ

ઉત્તરાયણના પર્વની રંગત અમદાવાદમાં પણ જોવા મળી. અમદાવાદના શાહપુરમાં સવારથી બાળકો સાથે તેમના માતાપિતા અને યુવા હૈયાઓ પતંગ દોરી લઈને ધાબે ચઢી ગયા હતા. સવારના 7 વાગ્યાથી જ શાહપુરમાં કાઈપો છે, નો અવાજ સાંભળવા મળ્યો અને ડીજેના તાલે સૌ કોઈ નાચ્યા હતા. રંગબેરંગી ટોપી અને ચશ્મા પહેરીને લોકોએ પતંગ ચગાવાનો આનંદ માણ્યો અને સૌ કોઈ જાણે એક વર્ષથી આ દિવસની રાહ જોઈને બેઠા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પોળમાં જામ્યો ઉત્તરાયણનો રંગ

અમદાવાદમાં પણ ઉત્તરાયણની રંગત જામી છે. તેમાય અમદાવાદની પોળની ઉત્તરાયણનો રંગ જ અલગ હોય છે. ત્યારે શાહપુરની પોળમાં પતંગરસીયાઓએ ઉત્તરાયણની  ઉજવણી કરી.  ડીજેના તાલે ઝુમતા પતંગબાજોએ પગંત ઉડાવી આકાશને રંગીન બનાવ્યુ હતુ.

સીએમ રૂપાણીએ ઉત્તરાયણની ઉજવણી કરી

સીએમ રૂપાણીએ પણ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી. તેમની સાથે પત્ની અંજલી રૂપાણીએ પણ પગંત ચડાવી હતી. સીએમ રૂપાણીએ આ સાથે રાજ્યની જનતાને ઉત્તરાયણની શુભકામના પાઠવી હતી. સીએમ રૂપાણી ઉત્તરાયણની ઉજવણી કરવા ખોખરામાં આવેલા મધુશર્યા એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમણે વોર્ડ પ્રમુખ અશોક પટેલના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જે દરમ્યાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ખોખરામાં ઉત્તરાયણની ઉજવણી કર્યા બાદ સીએમ વિજય રૂપાણીએ પાલડી ગામમાં ઉત્તરાયણની ઉજવણી કરી. આ પ્રસંગે સીએમ રૂપાણીના પત્ની  અંજલી રૂપાણીએ પણ પતંગ ચડાવી હતી.  પાલડી ગામમાં સીએમ રૂપાણીના આગમન પહેલા સુરક્ષાનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

બીજલ પટેલે પણ પાલડીમાં ઉત્તરાયણની ઉજવણી કરી

અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલે પણ પાલડીમાં ઉત્તરાયણની ઉજવણી કરી. તેમણે પોતાના પરિવાર સાથે પતંગ ઉડાવી હતી. અને અમદાવાદની જનતાને ઉત્તરાયણના પર્વની શુભકામના પાઠવી હતી.

કોંગ્રેસની મોંઘવારીની પતંગ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા મોંઘવારીની પતંગ ઉડાવી. તેઓ પતંગ ઉડાવવા માટે અમદાવાદના મેમનગર પહોંચ્યા હતા. જ્યા તેમણે સરકારને ઘેરવા  મોંઘવારીની પતંગ ઉડાવી. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

અમદાવાદના મેમનગરમાં પણ ઉત્તરાયણની ધૂમ મચી. અહીં કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરોએ  મોંઘવારી મુદ્દે પતંગ ઉડાવી અનોખો વિરોધ કર્યો. પતંગ પર મોંઘવારીના સૂત્ર લખ્યા હતા. અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલે આ મામલે જણાવ્યુ હતુ કે, સરકારે પોતાના મળતીયા પર કંટ્રોલ રાખ્યો નથી. જેથી મોંઘવારી વધી છે.  કોંગ્રેસનું કહેવુ છે કે, મોંઘવારીના કારણે દેશની જનતા પરેશાન છે.

સુરતીલાલાઓએ પણ કરી ઉત્તરાયણની ઉજવણી

તો આ તરફ સુરતમાં સુરતીલાલાઓએ પણ ઉત્તરાયણની  ઉજવણી કરી.  સવાર પડતાની સાથે સુરતીઓએ આકાશને રંગીન પતંગથી રંગયુ હતુ.   આ ઉપરાંત પતંગબાજોએ ડીજેના તાલે ઉત્તરાયણની ઉજવણી કરી.. જ્યારે સુરતીલાલાઓએ ઉધીયુ અને જલેબીની જાયફત માણી હતી.

મોંઘા થયા ઊંધિયા જલેબી

ઉતરાયણનો પર્વ હોય અને ઊંધિયાની હાજરી ન હોય તે કેવી રીતે બની શકે. ઊંધીયા પુરીની જ્યાફત માનવા સુરતીઓએ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર વહેલી સવારથી ડોટ મૂકી હતી. જો કે મોંઘવારીના પગલે ઊંધીયાના વેચાણમાં આ વખતે 20 ટકાનો વધારો થયો છે. પરંતુ સ્વાદના શોખીન અને મોજમસ્તીમાં હંમેશા અગ્રેસર રહેતા સુરતીઓએ મોંઘવારીને પણ એકબાજુએ મૂકી વધુ રૂપિયા ચૂકવી ઊંધીયાની ખરીદી કરી હતી.

Read Also

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!