GSTV

ઉત્તરાયણ/ ભૂલથી પણ એમ ન સમજતા કંઈ ના થાય, પોલીસ ડ્રોન અને દૂરબીન વડે રાખી રહી છે ‘બાજ’ નજર, જોઈ લો આ તસવીર

અમદાવાદમાં પણ ઉત્તરાયણની રંગત જામી છે. તેમાય અમદાવાદની પોળની ઉત્તરાયણનો રંગ જ અલગ હોય છે. બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ આકાશી યુદ્ધે પંતગ રસીયા ચડ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગરસીયાઓએ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. જોકે, ગત્ત વર્ષ કરતા આ વખતે ઉત્તરાયણ થોડી ફિક્કી દેખાઈ રહી છે, ઉતરાયણમાં તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે મહત્વની ગાઈડલાઈન બહાર પાડી છે.

ગત્ત વર્ષ કરતા આ વખતે ઉત્તરાયણ થોડી ફિક્કી દેખાઈ રહી છે

જેમાં સોસાયટીના ચેરમેન-સેક્રેટરી સહિતના મેમ્બરોએ બહારની વ્યક્તિઓના પ્રવેશ પર મનાઈ ફમાવી છે, સાથે સાથે જે પણ વ્યક્તિઓ ધાબા પર આ પર્વની ઉજવણી કરી રહ્યા છે તે તમામ કોવિ઼ડ-19ની ગાઈડલાઈનનું પાલન કરે અને તમામ લોકો માસ્ક પહેરે તેનો ઠરાવ પસાર કર્યો છે. પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે.

પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના તમામ વિસ્તારના 5 સ્થળોના ધાબા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેઓ તમામ પ્રકારની હિલચાલ પર દૂરબીન વડે સતત નજર રાખી રહ્યા છે. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોનની પણ બાજ નજર રહેશે.

નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ધાબા પર ભીડ એકત્રિત ના થાય અને કોવિડ-19ની ગાઈડલાઈનનું ભંગના થાય અને ચુસ્ત પણે પાલન થાય તેવી રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. માટે પોલીસ પણ ચુસ્ત રીતે તૈનાત છે.

READ ALSO

Related posts

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ

Ali Asgar Devjani

કોરોના સામે રક્ષણ મેળવવા ભારતનું વધુ એક હથિયાર તૈયાર કર્યું, Nasal વેક્સિનના ટ્રાયલને મંજૂરી

Mansi Patel

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો, ગંભીર રોગનો ભોગ બની રહ્યા છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!