GSTV

ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, કેબિનેટ મંત્રી યશપાલ આર્ય અને એક ધારાસભ્યએ છેડો ફાડ્યો, કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

ઉત્તરાખંડના રાજકારણમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી યશપાલ આર્ય અને અન્ય એક ધારાસભ્ય સંજીવ આર્યએ ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધા છે. યશપાલ આર્ય હાલ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી છે અને તેમના પાસે 6 વિભાગ છે- પરિવહન, સમાજ કલ્યાણ, અલ્પસંખ્યક કલ્યાણ, છાત્ર કલ્યાણ, ચૂંટણી અને આબકારી વિભાગ. જ્યારે સંજીવ આર્ય તેમના દીકરા છે. યશપાલ આર્ય બાજપુર અને તેમના દીકરા સંજીવ આર્ય નૈનીતાલ બેઠક પરથી ધારાસભ્ય છે.

ઉત્તરાખંડ

યશપાલ અને સંજીવ આર્ય પૂર્વમાં કોંગ્રેસી જ હતા. જોકે તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા તેને લઈ અનેક સવાલો ઉદ્ભવ્યા છે કે ક્યાંક ભાજપ માટે આ ઝાટકા સમાન વાત તો નથી ને. શું પ્રદેશની રાજકીય હવા બદલાઈ રહી છે? આ તરફ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસવિચવ કેસી વેણુગોપાલે યશપાલ આર્ય અને સંજીવ આર્યનું સ્વાગત કરીને આ તેમની ઘરવાપસી હોવાનું જણાવ્યું હતું.

દિગ્ગજ ધારાસભ્ય યશપાલ આર્યએ જુલાઈ મહિનામાં જ પુષ્કર સિંહ ધામી સાથે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. યશપાલ આર્યની સાથે બિશન સિંહ, અરવિંદ પાંડેય, ગણેશ જોશી અને સુબોધ ઉનિયાલ પણ પુષ્કર સિંહ ધામીના મંત્રીમંડળમાં સામેલ થયા હતા. તેમણે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તે સિવાય ધનસિંહ રાવત, રેખા આર્યા અને યતીશ્વરા નંદે પણ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

હોબાળો/ આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા, ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય/ સરકારી નોકરીમાં પતિ-પત્નીને એક જગ્યાએ કે નજીકના સ્થળે મૂકવા આદેશ, પાંચ વર્ષનો નિયમ રદ

Pravin Makwana

ચેતી જજો: પાંચ વર્ષમાં 20થી 40 વયના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું! સ્ટ્રેસ, અત્યંત ઝડપી જીવનશૈલી, અપૂરતી ઉંઘ સહિતના પરીબળો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!