GSTV
Home » News » લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

આજકાલ દેશમાં ટ્રાફિક દંડને લઇને લોકો વચ્ચે ભયનો માહોલ છે. અવારનવાર ભારે ભરખમ ચાલાનની ખબરો આવતી રહે છે. આ જ કડીમાં ઉત્તરાખંડનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસને ચાલાન કાપવાની એટલી ઉતાવળ હતી કે તે જોયું પણ નહી કે તે કોનુ ચાલાન કાપી રહ્યાં છે.

હકીકતમાં દહેરાદૂનમાં વિકાસનગરના સહસપુર ક્ષેત્રમાં પોલીસે એક ભેંસ સાથે બાંધેલા ગાડાનું એમવી એક્ટ અંતર્ગત ચાલાન કાપ્યુ. ગાડા પર એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જો કે એમવી એક્ટમાં ક્યાંય આવી રીતે ગાડાનું ચાલાન કાપવાની કોઇ જોગવાઇ નથી. સાથે જ ખેડૂતો પણ આ વાતને લઇને પરેશાન છે.

પેટ્રોલિંગ સમયે પોલીસને નદી પાસે એક ભેંસ સાથે બાંધેલુ ગાડુ મળી આવ્યું. તે સમયે ત્યાં ખેડૂત હાજર ન હતાં તેથી પોલીસે ગાડાનું ચાલાન એમવી એક્ટમાં કાપી નાંખ્યુ. ખેડૂતે પોલીસ પર આરોપ લગાવ્યો કે આ દરમિયાન ભેંસ ગાડા પર મુકેલો તેનો સામાન પણ ક્યાંક ફેંકી દીધો. આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની ગઇ છે.

સાથ જ સ્ટેશન હેડ પીડી ભટ્ટનું કહેવું છે કે સહસપુર ક્ષેત્રમાં ઘણાં લોકો ભેંસ સાથે ગાડુ બાંધીને ખનનનું કામ કરે છે. તે સમયે ગાડાનું ચાલાન ખનનના મામલે કાપવામાં આવ્યુ. તેમાં 81 એક્ટ લાગુ થતાં હતાં પરંતુ માનવીય ભૂલના કારણે આ એમવી એક્ટ લખવામાં આવ્યુ. ખેડૂતની ફરિયાદ બાદ બે કલાકમાં જ તેનું ચાલાન રદ્દ કરી દેવામાં આવ્યું.

Read Also

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!