GSTV

ચૂંટણીનું રણશીંગુ: જો ઉત્તરપ્રદેશમાં અમારી સરકાર આવશે તો મહિલાઓને મળશે ટૂ વ્હિલર અને સ્માર્ટ ફોન, અબકી બાર…..

Last Updated on October 21, 2021 by pratik shah

કોંગ્રેસે મહિલાઓના સહારે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટેની વ્યૂહ રચના ઘડી હોય તેમ લાગે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પહેલા તો યુપીમાં મહિલાઓને 40 ટકા ટિકિટો આપવાનુ એલાન કર્યુ છે અને હવે તેમણે જાહેરાત કરી છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને સ્કૂટી અને સ્માર્ટ ફોન આપવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી આપવામાં આવશે. ગઈકાલે હું કેટલીક વિદ્યાર્થિનીઓેને મળી હતી અને તેમની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યુ હતુ કે, ભણવા માટે તેમને સુરક્ષા અને સ્માર્ટ ફોનની જરૂર છે. મને ખુશી છે કે, કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિએ યુવતીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપવાનુ નક્કી કર્યુ છે.

આ પ્રકારની મોંઘીદાટ વસ્તુઓનુ પ્રલોભન મતદારોને આપવાન ચલણ દક્ષિણના રાજ્યોમાં વધારે છે. જોકે હવે પ્રિયંકાએ યુપીમાં પણ તેની શરૂઆત કરી છે. અન્ય પાર્ટીઓને પણ હવે આ પ્રકારની જાહેરાત કરવાની ફરજ પડી શકે છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

Zainul Ansari

શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા માટે મળશે મંજૂરી? હજુ પણ અકબંધ છે આ પ્રશ્ન

Zainul Ansari

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!