GSTV
Home » News » આ પહાડ પરથી એક પણ પત્થર પડે તો ફાટે છે FIR… જાણો કેમ

આ પહાડ પરથી એક પણ પત્થર પડે તો ફાટે છે FIR… જાણો કેમ

વરૂણાવત પર્વતના ટ્રીટમેન્ટ કાર્ય મૉનસૂન સીઝન પહેલા પુરુ ન કરવાને લઈને ઉત્તરકાશીના જીલ્લાધિકારીઓએ કાયદાકીય સંસ્થા અને PWDના અધિકારીઓને ફટકાર લગાવ્યો છે. જીલ્લાધિકારીઓને કહી દેવામાં આવ્યુ છેકે, જો વરુણાવત પર્વત પરથી શહેર તરફ પત્થરો પડ્યાં તો સંબંધિત વિભાગની સામે એફઆઈઆર નોંધવામાં આવશે. વાસ્તવામાં સ્થાનિક નિવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છેકે, વરૂણાવત ટ્રીટમેન્ટ માટે કરવામાં આવી રહેલાં નિર્માણ કાર્યનો કાટમાળ શહેરની ઉપર પડી શકે છે.

ઉત્તરકાશી ભાગીરથી નદીના કિનારે વસેલું ઐતિહાસિક અને સુંદર શહેર છે.

વર્ષ 2003માં વરૂણાવત પર્વતમાં ભારે ભૂસ્ખલન થયુ હતુ અને તેને કારણે પર્વતનીચે વસેલા શહેર ઉત્તરકાશી શહેરને ભારે નુકસાન થયુ હતુ. વરૂણાવતના ભૂસ્ખલનથી ઉત્તરકાશીના અસ્તિત્વ માટે ખતરો પેદા થઈ ગયો હતો.

ત્યારબાદ ઘણા બધા તબક્કામાં વરૂણાવતની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. હજી પણ ઉત્તરકાશી શહેરની ઉપરના હિસ્સામાં 6.62 કરોડ રૂપિયાના ખર્ચે ટ્રીટમેન્ટનું કામ ચાલી રહ્યુ છે.

ઉત્તરકાશીના જીલ્લાધિકારી આશીષ ચૌહાણે જણાવ્યુ હતુકે, આ ટ્રીટમેન્ટનું કાર્ય જૂન મહિનામાં જ પુરૂ થઈ જવું જોઈતુ હતુ. કાયદાકીય સંસ્થા, લોક નિર્માણ વિભાગને જ્લદઈથી કામ પુરુ કરવા માટે અને કાટમાળ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યુ હતુકે, જો વરૂણાવત ઉપરથી એક પણ પત્થર પડે છે તો કાર્યરત સંસ્થા ઉપર દંડ ફટકારવામાં આવશે.

READ ALSO

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમનો ફસ્ટ લૂક આઉટ, જેકી શ્રોફના લૂકે આપી સંજુબાબાને ટક્કર

Dharika Jansari

યાન માર્ટેલ : જે ભારત આવ્યો અને લાઈફ ઓફ પાય જેવી બુક લખીને ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!