GSTV
Home » News » આ વિસ્તારમાં ભાદરવા મહિનામાં ઉજવાય છે ઉત્તરાયણ, એક-બે નહિં પરંતુ પુરા ત્રીસ દિવસ ચગાવાય છે પતંગ

આ વિસ્તારમાં ભાદરવા મહિનામાં ઉજવાય છે ઉત્તરાયણ, એક-બે નહિં પરંતુ પુરા ત્રીસ દિવસ ચગાવાય છે પતંગ

રાજ્યભરમાં ઉતરાયણના પર્વની સૌકોઈ ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના કોડીનાર અને વેરાવળ શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવતી નથી. એવું નથી કે ઉતરાયણ પર્વની ઉજવણી ક્યારેય કરવામાં નથી આવતી. આવે છે પરંતુ ભાદરવા મહિનામાં આ શહેરના લોકો ઉતરાયણના પર્વની ઉજવણી કરે છે. ભાદરવા મહિનામાં શહેરીજનો પતંગની મજા માણે છે અને એ પણ એક દિવસ નહીં પરંતુ 30 દિવસ ઉતરાયણના પર્વની ઉજવણી પતંગ ચગાવી કરે છે.

ઉતરાયણ પર્વની ભાદરવા મહિનામાં ઉજવણી પાછળનુ કારણ એ છે કે ભાદરવામાં પતંગ માટે અનુકૂળ પવન હોય છે. જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે. જે પણ સાંજનાં 4 થી 6 કલાક સુધી જેના કારણે પક્ષીઓ માટે પતંગની મજા સજા ન બને. ગીર સોમનાથનાં સુત્રાપાડા,તાલાલા, કોડીનાર અને ગીરગઢડા વિસ્તારમાં ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવતા નથી. આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે. અહીં પવનની દિશા ઊંઘી રહે છે. જેથી કરીને પતંગ ઉડતા નથી. વર્ષોથી અહીં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડે છે.

READ ALSO

Related posts

લોકમેળામાં કરોડોની કિંમતનો આ પાડો બન્યો સૌનું આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana

ખોટનો ધંધો સાબિત થઈ રહી છે AMTS, બજેટ બેઠકમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!