GSTV
Home » News » ઉત્તરાખંડમાં યોજાશે દેશનાં સૌથી મોંઘા લગ્ન, કરોડોમાં નહિં પણ અબજોમાં છે ખર્ચો

ઉત્તરાખંડમાં યોજાશે દેશનાં સૌથી મોંઘા લગ્ન, કરોડોમાં નહિં પણ અબજોમાં છે ખર્ચો

ભારતમાં કોઇપણ પૂછે કે સૌથી મોંઘા લગ્ન કોના થયા તો જવાબ એક જ મળે કે મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રીના લગ્ન સૌથી મોંઘા લગ્ન હતા. પરંતુ હવે આ જવાબ બદલાઇ જવાનો છે. કારણકે મૂળ ભારતના અને સાઉથ આફ્રિકામાં બિઝનેસ કરતા ગુપ્તા બંધુના પરિવારમાં થનારા લગ્નનો ખર્ચ અંબાણી પરિવારના લગ્ન પ્રસંગના ખર્ચને પણ વટાવી જવાનો છે.

અજય ગુપ્તા અને અતુલ ગુપ્તા કદાચ ગુપ્તા બંધુઓનું નામ ભારતમાં તો બહુ જાણીતુ નહીં પરંતુ સાઉથ આફ્રિકામાં સારી ખ્યાતી ધરાવતા ગુપ્તા બંધુના પરિવારમાં 2 દિકરાના લગ્નને લઇને ગુપ્તા બંધુઓની ચર્ચા આજકાલ ખૂબજ જોરશોર થઈ ચાલી રહી છે.

કારણકે ઉત્તરાખંડના ઔલીમાં આયોજીત ફાઇવ સ્ટાર કેટેગરીને પણ ટક્કર મારે તેવા આ લગ્ન પ્રસંગમાં મહેમાનોના લાવવાં અને મૂકવા માટે જ 200 હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ લગ્નમાં માત્ર લગ્નની વ્યવસ્થા પર 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે.

લગ્ન માટે વિશેષ રીતે પાંચ કરોડના ફૂલો સ્વિત્ઝરર્લેન્ડથી મંગાવવામાં આવ્યાં છે.

આ ઉપરાંત મહેમાનોને રહેવા માટે ઉત્તરાખંડના ઔલીમાં ફાઇવ સ્ટાર ટેન્ટ લગાવવામાં આવી રહ્યાં છે. જો કોઇ મહેમાન બદ્રીનાથ કે કેદારનાથના દર્શને જવા માગતું હોય તો પણ ઔલીથી સ્પેશિયલ ચોપરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુપ્તા બંધુ જેઓ દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે સંબંધોને લીધે ચર્ચામાં આવ્યાં હતા. તેઓ મુળ સહરાનપુરના છે. આ લગ્નનું આયોજન 18થી 22 જૂન દરમિયાન કરવામાં આવ્યું છે.

હાલ ગૂપ્તા બંધુઓ દ.આફ્રિકાના બદલે દુબઇમાં રહે છે. પહેલા લગ્નનું આયોજન ઇટલીમાં થનાર હતું પરંતુ ઉત્તરાખંડના મુખ્યમંત્રીની સલાહ પર તેમણે ઔલીને વેડિંગ ડેસ્ટિનેશનના રૂપમાં પસંદ કર્યું છે.

ઔલી, જોશી મઠ સહિત અન્ય આસપાસના ગામોમાં આ લગ્નની તૈયારી કરાઇ રહી છે. લગ્નમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી VIP અને VVIP મહેમાનોને આમંત્રિત કરવામાં આવનાર છે. તો આ લગ્નમાં બોલિવુડથી લઇને હોલીવૂડ સુધીના કલાકારો પહોંચે તેવી પણ શક્યતા છે.

READ ALSO

Related posts

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!