GSTV
ANDAR NI VAT Trending

લો બોલો! ઉત્તરાખંડમાં વિધાનસભામાં આ મુદ્દા પર ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ થયા એક

રાજકરણમાં કશું પણ અશક્ય નથી. ઉત્તરાખંડ વિધાનસભામાં તાજેતરમાં સ્વાસ્થયના મુદ્દાને લઈને સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ એક થઈ ગયા હતા. દેવભૂમિ કહેવાતા ઉત્તરાખંડમાં અપૂરતી આરોગ્ય વ્યવસ્થા અને 100તી 150 કિલોમીટર સુધીના અંતરમાં ડોકટર અને હોસ્પિટલ સહિત અનેક મેડિકલ સ્ટાફનો અભાવને લઈને વિધાનસભામાં સત્તાધારી ભાજપના વિધાનસભ્યએ મુદ્દો ઉઠાવ્યો હતો.

નાગરિકોને આરોગ્યની સુવિધાને લઈને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ પણ વિધાનસભ્યોએ કરી હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં હોસ્પિટલ અને ડોકટરોની અછતને દૂર કરવાનું અને સરકારી  મેડિકલ કોલેજ અને હોસ્પિટલની દરેક જિલ્લામાં સંખ્યાની સાથે ડોકટર અને મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવામાં આવવાના પ્રયાસ હોવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું.

જોકે સરકારના જવાબથી અંસતુષ્ઠ સત્તાધારી વિધાનસભ્યોએ પોતાની સરકારને સંકજામાં લેતા વિરોધપક્ષ કોંગ્રેસ પણ તેમાં કૂદી ગઈ હતી અને આરોગ્ય સેવાના મુદ્દા પર ભાજપનો સાથ આપી સરકારને ઘેરી લીધી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja
GSTV