GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ગુજરાત બાદ બીજા એક ભાજપા શાસિત રાજ્યએ બદલ્યા ટ્રાફિકના નિયમો, દંડ કર્યો અડધો

કેન્દ્ર સરકારના નવા મોટર વ્હીકલ એક્ટને લઈને ભારતમાં ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. હવે ઉત્તરાખંડ સરકારે આ કાયદામાં આંશિક સુધારા કર્યા છે. રાજ્ય સરકારે કેન્દ્રના નવા મોટર વાહન અધિનિયમના કેટલાક નિયમોની દંડની રકમમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યાં જ કેટલાંક નિયમોમાં દંડની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.

ઉત્તરાખંડમાં કેટલાક સુધારા સાથે નવા નિયમો લાગુ કરવામાં આવશે. કલમ 177 મુજબ ભારત સરકારના નવા કાયદાઓની જોગવાઈ મુજબ રાજ્ય સરકાર દંડ વસૂલ કરશે.

આ તમામ ગુનાઓ માટેના દંડમાં હેલ્મેટ ન પહેરવા પર, બાઇક ઉપર ત્રણ સવારી કરવા અને વાહનો પર ફિલ્મ ચડાવવા બદલ સુધારો કરવામાં આવ્યો નથી. તે જ સમયે લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરવા બદલ દંડની રકમ 5000 રૂપિયાથી ઘટાડીને 2500 રૂપિયા કરવામાં આવી છે.

લાઇસન્સ રદ થવા પર, અન્ય રાજ્યોના દોષી વ્યક્તિ પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે, જ્યારે ઉત્તરાખંડમાં ફક્ત 5000 રૂપિયા દંડ ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકારે ઉત્પાદક અને વેપારી વતી અનધિકૃત વાહનોના વેચાણ અથવા રાખવા પર 1,00,000 રૂપિયા લગાવ્યો છે પરંતુ રાજ્ય સરકારે તેમાં ઘટાડો કર્યો છે. આ માટે ફક્ત 50,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

READ ALSO

Related posts

કોરોનાના કહેર વચ્ચે સુરતનું હીરા બજાર આજથી ફરીથી ધમધમ્યું, બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રહેશે ખુલ્લું

pratik shah

ગેંગસ્ટર Vikas Dubey એન્કાઉન્ટર પર આ નેતાઓએ ઉઠાવ્યા સવાલ

pratik shah

શું ગેંગસ્ટર Vikas Dubey એન્કાઉન્ટરથી બચવા માંગતો હતો એટલે કર્યું હતું સરેન્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!