GSTV

અમે ટેક્સ સિસ્ટમમાં કર્યો ફેરફાર, હવે દેશમાં વેપાર કરવો થયો સરળ

Last Updated on October 7, 2018 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દહેરાદુનમાં ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યુ છે. બે દિવસ સુધી ચાલનારી સમિટમાં દેશ અને દુનિયાભરમાંથી અનેક રોકાણકારો ભાગ લેવા માટે આવવાના છે. સમિટના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ હાજરી આપશે. કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ અને હરસિમરત કોરે હાજરી આપી છે.

આ ઉપરાંત સમિટમાં જાપાન, આર્જેન્ટીના, મોરીશસ અને નેપાળના રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ સમિટના ઉદ્ઘાટન બાદ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ ભારતને ઉર્જાવાન બનાવી શકે છે. ઈકો ઝોનના કારણે ઉત્તરાખંડને મોટો ફાયદો થવાનો છે. ઉત્તરાખંડમાં રોકાણકારોને સરકારી કાર્યાલયની મુલાકાત ન લેવી પડે તે માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ઉત્તરાખંડના વિકાસ માટે રેલવે લાઈનનું કામ બે ગણી ગતિથી ચાલી રહ્યું છે.  પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, હું ગુજરાતને સાઉથ કોરિયા બનાવવા ઈચ્છતો હતો. કેમ કે, સાઉથ કોરિયા અને ગુજરાતની જનસંખ્યા એક સમાન છે.

વડાપ્રધાન મોદીએ રવિવારે ઉત્તરાખંડ ઈન્વેસ્ટર્સ સમિટને કહ્યું કે અમે દેશમાં ટેક્સ સિસ્સટમમાં સુધારો કર્યો છે. અમે ટેક્સ સિસ્ટમને વધુ ગતિશીલ અને પારદર્શી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ઈન્સોલવન્સી અને બેંક્રપ્ટસી કોડને પગલે વેપાર કરવો સરળ થઈ ગયો છે. બેંકિગ સિસ્ટમને મજબૂત બનાવી છે. ક્ષમતા, નીતિ અને પ્રદર્શન આ પ્રગતિના સ્ત્રોત છે.

તેમમે કહ્યું, જીસએટીનો અમલ કરી ભારતે સ્વતંત્રતા પછી ટેક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. જીએસટીએ દેશને સિંગલ માર્કેટમાં ફેરવી નાખ્યું છે અને ટેક્સ બેસ વધારવામાં મદદ કરી છે. ગયા વર્ષે ભારતમાં લગભગ 10 હજાર કિલોમીટર નેશનલ હાઈવેનું નિર્માણ થયુ છે. આ ભૂતકાળની સરકારની સરખામણીએ બેગણુ છે. આ સિવાય અનેક શહેરોમાં નવી મેટ્રો, હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, ડેડિકેટેડ પ્રેટ-કૉરિડોર માટે કામ ચાલી રહ્યું છે. સરકાર 400 રેલવે સ્ટેશનોનું આધુનિકરણ પણ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને મજબૂત કરવા માટે સરકારે ફૂડ પ્રોસેસિંગમાં 100 ટકા FDIને મંજૂરી આપી દીધી છે. પછી તે અન્નનું ઉત્પાદન હોય, ફળ અને શાકભાજીનું ઉત્પાદન હોય અથવા દૂધનું ઉત્પાદન હોય. અનેક ક્ષેત્રોમાં ભારત વિશ્વમાં પ્રથમ ત્રણ સ્થાનોમાં છે. આજે Renewable Energyના મામલે ભારત વર્લ્ડ લીડર બનવા તરફ ગતિ કરી રહ્યુ છે. અમે નક્કી કર્યુ છે કે 2030 સુધી અમારી 40 ટકા વિજળીની ક્ષમતા Non Fossil Fuel Based સંસાધનોનું નિર્માણ કરે છે. એટલું જ નહીં, 2022 સુધી 175 ગીગાવૉટ Renewable Energyનું લક્ષ્ય રાખી અમે આગળ વધી રહ્યાં છે.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!