GSTV

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ! જનજીવન પ્રભાવિત, ઠેર ઠેર ભુસ્ખલન

વરસાદ

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદના કારણે ચમોલીમાં બદ્રીનાથ નેશનલ હાઇવે-7 પર ઠેર ઠેર ભૂસ્ખલન થયું છે. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. ચમોલીમાં બદ્રીનાથ નેશનલ હાઇવે, લામબગડ, ભનેરપાની અને પાગલનાળાનો માર્ગ બાધિત થયો છે.

ભારે વરસાદ ચમોલીમાં નદીઓના જળસ્તરમાં વધારો

તો બીજી તરફ ભારે વરસાદ બાદ ચમોલીમાં નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. અલકનંદા, પિંડર અને નંદાકિની નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઇ છે. ચમોલીના જિલ્લા અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ માર્ગો બંધ છે. જેને ફરી ચાલુ કરવા માટે કાર્યવાહી શરૂ  છે.

ઘણા વિસ્તારોમાં વીજ પોલ પણ ધરાશાયી

ભૂસ્ખલનના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પોલ પણ ધરાશાયી થયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને જિલ્લામાં તૈનાત કરીને તાલુકાઓમાં તંત્રને એલર્ટ રહેવા નિર્દેશ અપાયો છે.

Read Also

Related posts

ભ્રષ્ટાચારના વિરોધમાં આ શિક્ષકે લખેલી ટપાલે અધિકારીઓને કરી દીધા દોડતા

Nilesh Jethva

સુપ્રીમ કોર્ટે BS-IV ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન માટે આપી મંજૂરી, પણ તમને નહીં થાય કોઈ ફાયદો

Pravin Makwana

રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની સ્થિતી કથળી, 22 એન્જિનિયરિંગ અને 13 ડિપ્લોમા કોલેજે કોર્સ ઘટાડવાની મંજૂરી માગી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!