GSTV

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Last Updated on June 20, 2021 by Pritesh Mehta

ઉત્તરાખંડમાં ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. હરિદ્વારના લક્સર ખાનપુર બ્લોક વિસ્તારમાં ચંદપુરી નજીક ગંગા નદી પર બંધાયેલા એક મોટા ચેકડેમમાં ગાબડુ પડવાથી ઘણા ગામોમાં નદીના પાણી ફરી વળ્યા. આ સાથે સેંકડો વિઘા ખેતીની જમીન પણ પાણીમાં ડૂબી ગઇ. વધતા જળસ્તર અને સુરક્ષા દ્રષ્ટીકોણથી તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરી હતી.

ઉત્તરાખંડ

છેલ્લા 48 કલાકથી ઉત્તરાખંડના પહાડી વિસ્તારો ને હરિદ્વારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. બે દિવસ પહેલા જ લક્સર અને ખાનપુર વિસ્તારના ડેમની સુરક્ષા માટે કર્મચારી તૈનાત કરાયા હતા. તેમ છતાં ચંદ્રપુરી ગામ નજીક અચાનક ડેમ તૂટી ગયો.

ડેમ તૂટવાની જાણ થતાં જ અધિકારીઓ અને કર્મચારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીડિત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના કામે લાગી ગયા. એસડીએમ શૈલેન્દ્ર સિંહ નેગીએ જણાવ્યું કે શેરપુર બેલા ગામમાં બાણગંગા ને ગંગા નદીની વચ્ચે ટાપુ પર ખેતી અને ખેતરની રખેવાળી કરતા આશરે 30 જેટલા ખેડૂત પૂરમાં ફસાઇ ગયા હતા. જેમનો એનડીઆરએફની ટીમની મદદથી રેસક્યૂ કરવામાં આવ્યું.

હજુ પણ આ વિસ્તારમાં કેટલાક સ્થાનિકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. આ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ અને પોલીસની ટીમને રેસ્ક્યૂ માટે કામે લગાડાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!