GSTV
India News ટોપ સ્ટોરી

શપથગ્રહણ પહેલા જ એક્શનમાં પુષ્કરસિંહ ધામી, યુનિફોર્મ સિવિલ કોડને લઇને કહી દીધી આ મોટી વાત

ધામી

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામી શપથગ્રહણ કરે તે પહેલા જ એકશનમાં જોવા મળ્યા અને તેઓએ વચન આપ્યુ હતુ કે, સીએમ પદ સંભાળ્યા બાદ તેઓ આપેલા તમામ વચનો પૂરા કરશે જે ભાજપે ચૂંટણી પહેલા આપ્યા હતા. તેમાં યુનિફોર્મ સિવિલ કોડનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પહેલા ધામીએ પોતાની રેલીઓમાં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ કાયદો ઘડવા માટે કમિટીની રચના કરશે. જેમાં કાયદાકીય નિષ્ણાંતો, વરિષ્ઠ નાગરિકો અને બુદ્ધિજીવીઓને સામેલ કરાશે.

ઉલ્લેખનીય છે કે, સમાન નાગરિક સંહિતા એટલે કે, યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ થાય છે કે, ભારતમાં રહેનારા તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હશે, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે જાતિના કેમ ન હોય. તેમાં લગ્ન, તલાક અને જમીન-જાયદાતના ભાગલામાં તમામ ધર્મ માટે એક જ કાયદો લાગુ થશે.

ધામી

આજે બપોરે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે પુષ્કર સિંહ ધામી રાજ્યના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.શપથવિધિ પહેલા તેઓએ મંદિર અને ગુરુદ્વારા પહોંચી દર્શન કર્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશી, હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થશે.

Read Also

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu

ભાજપમાં ભંગાણ / બાબુલ સુપ્રિયો બાદ વધુ એક ભાજપના સાંસદની TMCમાં ઘરવાપસી

Hardik Hingu
GSTV