GSTV

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Last Updated on September 20, 2021 by Dhruv Brahmbhatt

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. આ ઘટનામાં ચમોલીના નારાયણબાગર પ્રખંડના પંગાટી ગામમાં સીમા માર્ગ સંગઠન માટે કામ કરી રહેલાં મજૂરોના ટેન્ટ પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે. SDRF ની ટીમ મજૂરોનું રેસ્ક્યુ કરી રહી છે. જો કે, હાલમાં કોઇ પણ પ્રકારનું નુકસાન થયાના અહેવાલ સામે નથી આવી રહ્યાં. આ પહેલાં પહાડ પરથી થયેલા ભૂસ્ખલનના કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે ઉમા માહેશ્વર આશ્રમ (કર્ણપ્રયાગ) પાસે અંદાજે 8 કલાક સુધી બંધ રહ્યો. NH તરફથી રાત્રિના મશીનો લગાવીને કાટમાળને હટાવવામાં આવ્યો, પરંતુ રાતના ફરીથી પહાડી વિસ્તાર અને યાતાયાત બંધ થઇ ગયાં.

શ્રીનગરથી લઇને લામબગઢ સુધી અનેક નવા ભૂસ્ખલન ઝોન સામે આવી રહ્યાં છે

લેન્ડસ્લાઇડ બાદથી જ આ વિસ્તારમાં અંદાજે 200 વાહન ફસાયેલા છે. રાતમાં હાઇવે ન ખુલતા તીર્થયાત્રી અને અન્ય લોકો આસપાસની હોટલોમાં રોકાયેલા છે. શનિવાર અને રવિવારના રોજ કર્ણપ્રયાગમાં ઉમા માહેશ્વર આશ્રમ પાસે પહાડીથી ભૂસ્ખલન થવાથી કાટમાળ હાઇવે પર આવી ગયો, જેનાથી બદરીનાથ, જોશીમઠ, ચમોલી, ગોપેશ્વર સહિત કર્ણપ્રયાગ, રૂદ્રપ્રયાગ, શ્રીનગર અને નજીકના વિસ્તારોમાં જનારા વાહનો ફસાઇ ગયા હતાં. મળતી જાણકારી અનુસાર, મોડી રાત્રે આ રસ્તાઓને ખોલી દેવામાં આવ્યાં. બીજી બાજુ ઓલવેધર રોડ પર પણ વરસાદના કારણે બદરીનાથ હાઇવે પર શ્રીનગરથી લઇને લામબગઢ સુધી અનેક નવા ભૂસ્ખલન ઝોન સામે આવી રહ્યાં છે. તેમાં ઉમા માહેશ્વર આશ્રમ પાસે સૌથી મોટો ભૂસ્ખલન ઝોન જોવા મળી રહ્યો છે.

ચાર ધામ યાત્રા માટે પહોંચી રહ્યાં છે લોકો

ઉત્તરાખંડના ચારેય ધામના દર્શન કરવા તીર્થયાત્રીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. યાત્રા શરૂ કર્યાના બે જ દિવસમાં 42 હજાર ઇ પાસ જારી કરી દેવામાં આવ્યાં છે. કેદારનાથ ધામ માટે વીકેન્ડ અને નવરાત્રિ પર દર્શન માટે બુકિંગ ફુલ થઇ ગયું છે. બે જ દિવસમાં ચારેય ધામમાં 2500થી વધારે યાત્રીઓ દર્શન કરી ચૂક્યાં છે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા માટે દેવસ્થાનમ પ્રબંધન બોર્ડ તરફથી ઇ-પાસ જારી કરી દેવામાં આવ્યાં છે. જ્યાર બાદ ચારધામોમાં દર્શનની પરવાનગી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી બોર્ડ તરફથી 42 હજારથી વધારે ઇ-પાસ જારી કરી દેવામાં આવ્યાં છે. ચારે ધામ માટે 15 ઓક્ટોબર સુધી એડવાન્સ બુકિંગ કરીને યાત્રીઓ ઇ-પાસ મેળવી શકે છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!