GSTV
Crime India News ટોપ સ્ટોરી

ઉત્તરાખંડ / 19 વર્ષીય યુવતીની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ, રિસોર્ટમાંથી થઇ હતી ગુમ

ઉત્તરાખંડની 19 વર્ષની અંકિતા ભંડારીની 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ થઇ ગઇ હતી. તે પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોબ કરતી હતી. આ કેસમાં અંકિતા ભંડારીની પ્રાઇવેટ રિસોર્ટમાં હત્યા કરી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર ગુમ થયેલ અંકિતાના નામે ઝુંબેશ પણ ચાલતી હતી. જો કે હજુ સુધી યુવતીનો મૃતદેહ મળ્યો નથી. પોલીસ અને SDRFની ટીમો જિલ્લા પાવર હાઉસ પાસે શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ત્રણ લોકોની ધરપકડ
પોલીસે આ કેસમાં બીજેપી નેતા અને પૂર્વ મંત્રીના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો ઓપરેટર પુલકિત આર્ય હતો. યુવતી ગુમ થયા બાદથી રિસોર્ટના સંચાલક અને મેનેજર ફરાર થઇ ગયા હતા. આ ત્રણેય આરોપીઓને પોલીસ પકડીને લઇ જઇ રહી હતી, ત્યારે પબ્લિકે આરોપીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. પોલીસની ગાડી રોકીને લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. તેમજ અંકીતાને ન્યાય આપવાની માંગ કરી હતી.

ત્રણેય આરોપીઓની ધરપકડ : ડી.જી.પી
રાજ્યના ડીજીપી અશોક કુમારે કહ્યું, “આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશન વિસ્તારની નજીક એક ખાનગી રિસોર્ટ છે. શ્રીકોટ ગામની એક છોકરી તેમાં કામ કરતી હતી. તે 5 દિવસથી ગુમ હતી. રેવન્યુ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પાછલા દિવસે જ નિયમિત પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની લક્ષ્મણ ઝુલા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા
આ મામલામાં ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રવક્તા ગરિમા દાસૌનીએ કહ્યું કે અકિતા ભંડારી ગુમ થયાના બાદ આ કેસ ચોથા દિવસે એટલે કે, 21મી સપ્ટેમ્બરે નોંધાયો છે. હવે જાણવા મળ્યું છે કે અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી રિસોર્ટના માલિક પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય ઉત્તરાખંડ સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

Hemal Vegda

ડોલર સામે રૂપિયો વધુ નબળો! 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, ભારતીય ચલણનું થઈ રહ્યું છે સતત અવમૂલ્યન

pratikshah
GSTV