GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અસમની જેમ ઉત્તર પ્રદેશમાં પણ NRC લાગુ કરવા CM યોગીએ કમર કસી, UPમાં છે આટલા ઘૂસણખોરો

NRC કાયદો અમલી થયા બાદ અસમની સ્થિતી ડામાડોળ થઇ રહી છે, પોતાની નાગરિકતા સાબિત કરવવા માટે અનેક લોકો ફોરેન ટ્રિબ્યૂનલનાં ધક્કા ખાઇ રહ્યા છે. જો કે એનઆરસી બિલનાં ફાયદા કે ગેરફાયદા શું તે બાબત તો આગામી સમય બતાવશે. જો કે તે પછી જ ઉત્તરાખંડ, હરિયાણા અન બંગાળમાં એનઆરસી લાગુ કરવા માટેનાં નિવેદન ચાલી રહ્યા છે, તો ક્યાંય તેનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ આસામની જેમ એનઆરસી લાગુ કરવાની કવાયત શરુ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ યુપી પોલીસે તમામ જિલ્લાઓમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અભિયાન શરુ કર્યુ છે. તેની સાથે સાથે રોહિંગ્યા મુસ્લિમોની પણ ભાળ મેળવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપીમાં એનઆરસી(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)લાગુ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.

જો કે આખી પ્રક્રિયામાં અડચણ ત્યાં છે કે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી લેવાયા બાદ તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે બાંગ્લાદેશ આવા ઘૂસણખોરોને સ્વીકારવાની ના પાડી દે છે.

સૂત્રોનુ કહેવુ છે કે, યુપીમાં 10 લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હોવાનો અંદાજ છે. પશ્ચિમી યુપીમાં નોએડા, ગાઝિયાબાદ, મેરઠ, સહારનપુર અને બુલંદ શહેર તેમનો અડ્ડો બની ગયા છે.લખનૌ પણ બાકાત નથી.જોકે મોટા ભાગના બાંગ્લાદેશીઓએ સ્થાનિક રેશનકાર્ડ, વોટર કાર્ડ મેળવી લીધા છે.

READ ALSO

Related posts

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 72 કલાકમાં આ સ્થળોએ બદલાશે હવામાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!