GSTV
Gujarat Government Advertisement

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

ઉત્તર પ્રદેશ કેબિનેટએ લવ જેહાદ પર વટહુકમ પસાર કરી દીધો છે. મંગળવારે મળેલ કેબિનેટની બેઠકમાં વટહુકમ પસાર કરવામાં આવ્યો છે. વટહુકમ મુજબ, દગો કરીને ધર્મપરિવર્તન કરાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરીને 10 વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે. આ ઉપરાંત ધર્મપરિવર્તન માટે જિલ્લા અધિકારીને 2 મહિના પહેલા જાણકારી આપવાની રહેશે.

Gujarat Government Advertisement
યોગી સરકાર

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે તેઓ લવ જેહાદ પર નવો કાયદો બનાવશે. જેથી, લાલચ, દબાણ, ધમકી કે દગો કરીને લગ્ન કરવા જેવી ઘટનાઓ રોકી શકાય.

યુપી સરકારમાં મંત્રી સિદ્ધાર્થનાથ  સિંહે કહ્યું છે કે વટહુકમમાં ધર્મ પરિવર્તનને લઈને 15 હાજર રૂપિયાના દંડની સાથે 1-5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે, જો, એસસી એસટી સમુદાયની નાબાલિગ અને મહિલાઓ સાથે આમ થાય છે તો 25 હજારનો દંડ અને 3-10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે યુપી કેબિનઈએટ ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ વટહુકમ 2020 લઈને આવી છે, જે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સામાન્ય રાખવા માટે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે જરૂરી છે.  તેમને જણાવ્યું કે ગત દિવસોમાં 100થી વધુ ઘટનાઓ સામે આવી છે જેમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોય. જેમાં છળ-કપટ અને બળપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હોય.

વટહુકમમાં ધર્મ પરિવર્તનની ઈચ્છા ધરાવનારે જેતે જિલ્લા અધિકારીને 2 મહિના અગાઉ જાણકારી આપવી પડશે, જેનું ઉલ્લંઘન કરવા પર 6 મહિનાથી 3 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે જેમાં દંડની રકમ 10 હજારથી ઓછી નહિ હોય તેવી જોગાવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

કોરોના મહામારીમાં MHA એ પોતાના કાર્યાલયોમાં ફક્ત 50% જ કર્મચારીઓને હાજર રહેવા હુકમ કર્યો

Pravin Makwana

કોરોનાને નાથવા AMCનો મહત્વનો નિર્ણય : અમદાવાદની તમામ પ્રાઇવેટ ઓફિસો કે સંસ્થાઓમાં 50 % જ સ્ટાફ બોલાવાશે

Dhruv Brahmbhatt

દર્દનાક /ગુજરાતના એ 5 હજારથી વધુ આત્માઓને ભગવાન શાંતિ આપે, જેને કાળમુખો ભરખી ગયો

Dhruv Brahmbhatt
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!