GSTV

સરકારે બહેનોને આપી ખાસ ભેટ: મફતમાં મુસાફરી કરાવશે, રક્ષાબંધન પર લોકડાઉન હટાવ્યું

ઉત્તર પ્રદેશની યોગી સરકારે લોકોને મોટી રાહત આપી છે. સરકારે આવતી કાલનું લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે રક્ષાબંધનને કારણે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. રાખડી માટે સરકારે બહેનોને ભેટો પણ આપી છે. સોમવારે મહિલાઓ રાજ્યની તમામ પરિવહન બસોમાં મફત મુસાફરી કરી શકશે.

મિઠાઈની દુકાનો પણ ખુલશે

આ ઉપરાંત આવતીકાલે રાજ્યમાં મીઠાઇની દુકાનો ખુલી રહેશે. લોકડાઉન પરના પ્રતિબંધો આવતીકાલે લાગુ થશે નહીં. જણાવી દઈએ કે કોરોના ચેપના રોકવા માટે, યુપીમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન થાય છે. જો કે, હવે લોકડાઉન શુક્રવારે રાત્રે 10 થી સોમવારે સવારે 5 વાગ્યા સુધી ચાલશે. પરંતુ આ રવિવારે સરકારે લોકોને રાહત આપી છે.

આ અગાઉ યોગી સરકારે અનલોક-3 માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં શનિવાર અને રવિવારે મીઠાઈ, બેકરી, પશુ વેચાણ અને રાખડી વેચાણની દુકાનો 1 ઓગસ્ટ દરમિયાન બકરી ઈદ અને રક્ષાબંધન ઉત્સવને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવી હતી. સવારે 9 થી સાંજના 5 સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari

Bigg Boss 14 : આખરે આતુરતાનો આવ્યો અંત, સલમાન ખાને જણાવ્યું કોણ છે શૉનો પહેલો કન્ટેસ્ટન્ટ

Bansari

Google Pay તમારા માટે લાવશે આ નવુ ફીચર, UPI ઉપરાંત મળશે આ પેમેન્ટ ઓપ્શન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!